નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એનઆરએઆઈ) ઝોમેટો અને સ્વીગીની દસ મિનિટમાં ફૂડ ડિલિવરીની એપ સામે હસ્તક્ષેપ કરવા કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)નો દરવાજો ખખડાવે તેવી શકયતા છે.
એનઆરએઆઈએ પહેલાથી જ આ બે ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ કંપનીઓ સામે મોરચો માંડયો છે. જે અંગેનો કેસ સીસીઆઈ સમક્ષ ચાલી રહ્યો છે. ઝોમેટોની માલિકીની બ્લિનકિટ અને સ્વીગીએ તાજેતરમાં બ્રિસ્ટો અને સનેક નામથી એપ લોન્ચ કરી છે.એનઆરએઆઈની નવેસરની ફરિયાદ એ વાતને લઈને છે કે, આ ફૂડ ડિલિવરી કંપનીઓ આ એપ પર કોઈપણ રેસ્ટોરન્ટના નામનો ઉલ્લેખ કર્યા વિના માત્ર ફૂડ આઈટ્મ્સના નામ અને ભાવ દર્શાવી ગ્રાહકોને ઉપલબ્ધ કરાવે છે. એટલે કે, ફૂડ ડિલિવરી કંપનીઓ પોતે જ રેસ્ટોરન્ટ સમકક્ષ બની રહી છે, જે મુદ્દે વિરોધ છે.
એનઆરએઆઈએ દાવો કર્યો છે કે, ફૂડ ડિલિવરી કંપનીની આ એપ ખાનગી લેબલ સંચાલિત કરવાવાળી કંપનીઓના બરાબર છે. જેથી રેસ્ટોરન્ટ પાર્ટનર્સની ચિંતામાં વધારો થયો છે. રેસ્ટોરન્ટ બોડીના પ્રમુખે જણાવ્યું હતું કે, અમને માન્ય નથી કે, ઝોમેટો અને સ્વીગી પ્રાઈવેટ લેબલનું સંચાનલ કરે. તેમજ અમે બ્લિન્કિટની બ્રિસ્ટો એપ અને સ્વીગીની સનેક એપના માધ્યમથી ક્વિક ફૂડ ડિલિવરીની વિરૂદ્ધમાં છીએ. તેમની પાસે અમારા તમામ ડેટાની એક્સેસ છે. જેને તેઓ અમારી સાથે શેર કરતાં નથી. અમારી માટે આ સંપૂર્ણપણે કન્ઝયૂમર માસ્કિંગ છે. અમારી પાસે એવું માનવા માટે કોઈ કારણ નથી કે, તેઓ અમારા ગ્રાહકોને તે ઉત્પાદનો તરફ માઈગ્રેટ નથી કરી રહ્યાં, જેને તેઓ પોતાની એપ પર ખાનગી લેબલ તરીકે વેચે છે, પછી ભલે તે ચા બ્રાન્ડ, બિરયાની કે મોમોનો ડેટા હોય. અમે કાનૂની કાર્યવાહી કરવાનું ગંભીરતાથી વિચારી રહ્યા છીએ.
NRAIની નારાજગી શું છે?
સ્વીગી અને ઝોમેટોની માલિકીની બ્લિન્કિટે દસથી પંદર મિનિટમાં ગ્રાહકોને નાસ્તો, પીણાં અને ભોજન પહોંચાડવા માટે સ્નેક અને બ્રિસ્ટો નામથી એપ્લિકેશન લોન્ચ કરી છે
એનઆરએઆઈએ દાવો કર્યો છે કે, ફૂડ ડિલિવરી કંપની પોતાની એપ મારફત પ્રાઈવેટ લેબલ બ્રાન્ડ્સ ઊભી કરવા અને વેચવા તેમના ગ્રાહકોના ડેટાનો ઉપયોગ કરે છે
આ પ્રકારની પ્રવૃત્તિ આચરી સ્વીગી અને ઝોમેટો ફૂડ સર્વિસ પ્લેયર્સ બની રહ્યાં છે અને પોતાને માર્કેટ પ્લેસ તરીકે મર્યાદિત નથી કરી રહ્યાં
દાખલા તરીકે સ્નેકમાં ફૂડ આઈટ્મ્સ ભાવ સાથે લિસ્ટેડ કરવામાં આવી છે, પણ તેમાં કોઈપણ રેસ્ટોરન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, એટલે કે, રેસ્ટોરન્ટના નામનો ઉલ્લેખ કર્યા વિના ફૂડ ડિલિવરી કંપની ફૂડ આઈટ્મ્સ વેચી રહી છે
ઝેપ્ટો ક્યારેય ઈટરીઝનો ભાગ બની નથી, જેથી તેમના ગ્રાહકના ડેટાની એક્સેસ નથી, માટે તેના કાફેનો વિરોધ કરવામાં આવ્યો નથી
Source link