ભારતીય શેરબજાર આજે એટલે કે, 27 સપ્ટેમ્બરે શુક્વારે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. ગઈકાલે પણ માર્કેટ 666 પોઈન્ટ વધીને બંધ થયું હતું. નિફ્ટી અને સેન્સેકસ ઓલટાઈમ સપાટીએ પહોંચ્યા હતા. આજે સેન્સેક્સ 57 પોઈન્ટના વધારા સાથે 85,893ના લેવલ પર ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ 30 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે, તે 26,240ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 17 વધી રહ્યા છે અને 13 ઘટી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 23 વધી રહ્યા છે અને 27 ઘટી રહ્યા છે. એનએસઈના સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આઈટી સેક્ટરના શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.
આ શેર્સમાં વધારો જોવા મળ્યો હતો
નિફ્ટીના શેરોમાં સૌથી મોટો વધારો LTI માઇન્ડટ્રીમાં 2.85 ટકા, ટેક મહિન્દ્રામાં 2.75 ટકા, ઇન્ફોસિસમાં 2.65 ટકા, વિપ્રોમાં 2.40 ટકા અને હિન્દાલ્કોમાં 2.28 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તે જ સમયે પાવર ગ્રીડમાં 2.18 ટકા, લાર્સન એન્ડ ટુબ્રોમાં 1.65 ટકા, ભારતી એરટેલમાં 1.57 ટકા, ONGCમાં 1.32 ટકા અને ટાટા કન્ઝ્યુમરમાં 0.74 ટકાનો સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
ગુરુવારે પણ બજારે સર્વોચ્ચ સપાટી બનાવી હતી
આ પહેલા ગઈકાલે એટલે કે 26મી સપ્ટેમ્બરે શેરબજારે સતત 7મા દિવસે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું. સેન્સેક્સ 85,930ના સ્તરને સ્પર્શ્યો અને નિફ્ટી 26,250ના સ્તરને સ્પર્શ્યો. દિવસના કારોબાર પછી, સેન્સેક્સ 666 પોઈન્ટ 0.78% ના વધારા સાથે 85,836 પર બંધ થયો.
નિફ્ટી પણ 211 પોઈન્ટ 0.81% વધીને 26,216ના લેવલ પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 ઉપર અને 4 ડાઉન હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 41 ઉપર અને 9 ડાઉન હતા.
Source link