GUJARAT

Rajkotના જસદણમાં બેફામ ડમ્પરચાલકે લીધો એકનો જીવ, અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા

રાજકોટના જસદણમાં બેફામ ડમ્પરચાલકે વધુ એકનો જીવ લીધો છે,જેમાં જસદણના આટકોટ નજીક અકસ્માતમાં એકનું મોત થયું હોવાની વાત છે,જયારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અકસ્માતમાં પરપ્રાંતિય શ્રમિકનું ઘટના સ્થળે મોત થયું છે,જયારે અન્ય લોકોએ પોલીસને જાણ પણ કરી છે.

અકસ્માત સર્જી ફરાર થયો હતો

જદસણના આટકોટ નજીક અકસ્માતમાં 1નું મોત થયું છે જેમાં બેફામ ડમ્પરચાલકે 2 બાઈકને અડફેટે લીધા છે,જેમાં દંપતી ઈજાગ્રસ્ત થયું છે.અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થતા તેને ગુંદાળા નજીકથી ઝડપી પાડયો છે,આ સમગ્ર મામલે જસદણ પોલીસે વધુ તપાસ હાથધરી છે અને આસપાસના સીસીટીવી જપ્ત કરી લોકોના નિવેદન નોંધ્યા છે,મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે.

બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયો હતો અકસ્માત

આટકોટ નજીક ગુંદાળા ચોકડી પાસે બે બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને તેમાં ડમ્પર ચાલકે બાઈક ચાલકનો જીવ લીધો છે,મજૂરનું માથુ ડમ્પરના ટાયરના નીચેના ભાગે આવી જતા સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે,મૃતકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે,એક બાઈકની સાથે બીજું બાઈક પણ અથડાયું હતુ.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ આદરી છે,ત્યારે આગામી સમયમાં વધુ શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું

શહેરમાં ડમ્પરો બેફામ

શહેરમાં ડમ્પરો બેફામ હંકારતા હોય છે,ડમ્પરના કારણે એક નહી ઘણા લોકોના અનેક વાર જીવ ગયા છે,તો પણ ડમ્પર ચાલકો સુધરવાનું નામ નથી લઈ રહ્યાં ત્યારે આવા ડમ્પર ચાલકોને કડકમાં કડક સજા થવી જોઈએ તે જરૂરી બન્યું છે,અમદાવાદ,સુરત,રાજકોટમાં અત્યાર સુધી સૌથી વધુ અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે જેમાં ઘણા લોકોના જીવ ગયા છે,તો ડમ્પર ચાલકો ધ્યાન રાખીને ચલાવતા નથી અને તેના કારણે આવી ઘટનાઓનું સર્જન થાય છે.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button