જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલવર તાલુકામાં રવિવારે પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ યથાવત જોવા મળ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે આજે બપોરે એક આતંકવાદી ઠાર મરાયો . તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે. મહત્વનું છે કે ગઇકાલે પણ જમ્મુ કાશ્મીરમાં અથડામણ થયું હતું.
બિલવર જિલ્લામાં થયું એન્કાઉન્ટર
જમ્મુ ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક આનંદ જૈને જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ શનિવારે 28 સપ્ટેમ્બરે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમને ત્રણથી ચાર વિદેશી આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. ઉલ્લેખનીય છે કે શનિવારે કઠુઆના એક ગામમાં આતંકવાદીઓ સાથે ગોળીબાર થયો હતો. જે બાદ જમ્મુ અને કાશ્મીરના બિલાવરના ધનુ પેરોલ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે , અધિકારીઓએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર બિલવાર જિલ્લાના કોગ-મંડલીમાં થયુ હતું .
1 ઑક્ટોબરે ત્રીજા રાઉન્ડનું મતદાન
ઉલ્લેખનીય છે કે જમ્મુ, ઉધમપુર, સાંબા, બારામુલ્લા, બાંદીપોરા અને કુપવાડામાં 1 ઓક્ટોબરે ત્રીજા રાઉન્ડનું મતદાન થવાનું છે. જેને પગલે આતંકીઓના મનસૂબા ધ્વસ્ત કરવા માટે ચુસ્તો બંદોબસ્ત ખ઼ડકી દેવાયો છે. ચૂંટણી પહેલા સલામત વાતાવરણ બનાવવા માટે વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
ગઇકાલે 2 આતંકી ઠાર મરાયા
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથળામણ થઈ હતી. જેમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું જાણવા મળ્યુ હતું.. કુલગામના અડીગામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર પણ થયો હતો. જેમાં સેનાના ચાર જવાન અને એક પોલીસ અધિકારી ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ હાલમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો.. સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી, ત્યારબાદ કુલગામના અડીગામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષાદળો આતંકવાદી માટે દરેક ઘરની તપાસ કરી રહ્યા હતા. ત્યારબાદ અચાનક આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો, ત્યારબાદ બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો.
આતંકવાદીઓ પર કાર્યવાહી કરવા માટે સર્ચ ઓપરેશન
આ ઓપરેશનમાં સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ સામેલ છે. વહીવટીતંત્ર સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં સતત અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સંદર્ભે, આતંકવાદીઓ પર કાર્યવાહી કરવા માટે ઘાટીમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
1લી ઓક્ટોબરે ચૂંટણી
જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન બાદ સીટોની સંખ્યા વધીને 114 થઈ ગઈ છે. તેમાંથી 24 બેઠકો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં છે, જ્યારે 90 બેઠકોમાંથી 47 બેઠકો કાશ્મીર વિભાગ અને 43 બેઠકો જમ્મુ વિભાગ હેઠળ આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લી વખત 2014માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, ત્યારબાદ મહેબૂબા મુફ્તીના નેતૃત્વમાં ભાજપ-પીડીપી ગઠબંધનની સરકાર બની હતી. આ ગઠબંધન વર્ષ 2018માં તૂટી ગયું હતું અને ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી, ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થઈ શકી ન હતી
Source link