અમદાવાદમાં ફરી એક વખત ફાયરિંગની ઘટના બની છે. શહેરના નહેરુનગર-માણેકબાગ રોડ પર ફાયરિંગની ઘટના બની છે. કૌટુંબિક બબાલમાં ફાયરિંગ કરીને એક યુવક પર હુમલો કરવામાં આવ્યો છે.
DCP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
શહેરના નહેરુનગર-માણેકબાગ રોડ પર શાકભાજીની દુકાનમાં ફાયરિંગની ઘટના બની છે, આ ફાયરિંગની ઘટનામાં એક વેપારીને કાનના ભાગે ગોળી વગતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે અને ફાયરિંગ થતાં જ આસપાસમાં ભારે અફરાતફરી મચી ગઈ છે અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ DCP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને આ સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી છે.
સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.
Source link