છોટાઉદેપુર નગર પાસેથી પસાર થતી ઓરસંગ નદીના પટ્ટને રિવરફ્રન્ટ તરીકે વિકસાવવામાં આવે તે અંગે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે સરકાર તરફ્થી સકારાત્મક અભિગમ મળતાં આનંદ ફેલાયો છે. ઓરસંગ નદી કિનારે રિવરફ્રન્ટ બાબતે આજરોજ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા કલેકટર અનિલ ધમેલીયા સહિત નગરપાલિકા ચીફ્ ઓફ્સિર ભાવિન બરજોડ તથા સંબંધિત એજેન્સી દ્વારા સ્થળની મુલાકાત લેવાઇ હતી.
છોટાઉદેપુર નગરમાં ઓરસંગ નદીની રોનક બદલાઈ જાય અને નગર એક વિકાસની કેડીએ આગળ વધે તેના આશયથી છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્ય સરકારમાં છોટાઉદેપુર નગરમાં ઓરસંગ નદી કિનારે રિવરફ્રન્ટ બનાવવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઈને સરકાર તરફ્થી દરખાસ્ત મંગાવાઇ છે.
આ દરખાસ્તને લઈને આજે છોટાઉદેપુર ધારાસભ્ય છોટાઉદેપુર જિલ્લા કલેકટર અને નગર પાલિકાના ચીફ્ ઓફ્સિર અને કન્સલ્ટન્ટન્ટ એજેન્સીએ સ્થળની મુલાકાત લીધી હતી. સ્થળ નિરીક્ષણ કર્યું હતું. છોટાઉદેપુર ઓરસંગ નદી ઉપર રિવરફ્રન્ટ બનાવશે તો, શહેરી વિસ્તારના લોકોને ફરવા માટે રમણીય સ્થળ બની રહેશે. જ્યારે સંપૂર્ણ કામગીરી બાબતે ઉચ્ચ કક્ષાએ ટૂંક સમયમાં રિપોર્ટ કરી દેવામાં આવશે ત્યારબાદ મંજૂરી મળતા કામગીરી શરૂ થશે.
ધારાસભ્ય અને કલેક્ટરની મુલાકાત બાદ આઉટડોર ગેમ-ઓવારો બનાવવા નિર્ણય
છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, આજરોજ અમારા દ્વારા તથા કલેકટર અને નગરપાલિકા દ્વારા ઓરસંગ નદી કિનારે રિવરફ્રન્ટ બાબતે સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં વહેલી તકે એસ્ટીમેટ બનાવીને સરકારમાં મોકલવાનું હોય જેમાં લોકોને ચાલવા, છોકરાઓને રમવા જોઈએ ટોઇલેટની વ્યવસ્થા, ઓપન થિયેટર, લારી-ગલ્લાવાળાને ઉભા રહેવા જગ્યા નિશ્ચિત કરવાની બાળકોને ગેમ રમવા માટે આઉટડોર ગેમનું આયોજન તથા ઓવારો બનાવવાની નક્કી કર્યું હોય જે બાબતે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. આ બાબતે આખરી ઓપ આપીને સરકારમાં બને એટલું જલ્દી મોકલવા માટે નિર્ણય લેવાયો છે. જે અંગે કલેકટર દ્વારા પણ સૂચન કરાયું હતું.
Source link