- ખલીફે ઓલિમ્પિક દરમિયાન જેન્ડર આધારિત હેરેસમેન્ટ સામે કાયદાકીય પગલાં ભરવાનો નિર્ણય કર્યો
- એલન મસ્ક અને જે.કે. રોલિંગ સહિતના લોકો સામે કાયદેસરની ફરિયાદ
- ખલીફના વકીલ બૌદીએ ખલીફ સામેના કેમ્પેઇનને દુરુપયોગી, જાતિવાદી અને સેક્સિસ્ટ ગણાવ્યો
અલ્જેરિયન મહિલા બોક્સર ઇમેન ખલીફ પેરિસ ઓલિમ્પિક 2024માં તેના વર્ગમાં વિજેતા તરીકે ઊભરીને ગોલ્ડ મેડલ હાંસલ કરી ચૂકી છે. બાયોલોજિકલ મેલ તરીકે તેના પર બેફામ આક્ષેપો કરવામાં આવ્યા તેમ છતાં ખલીફે રિંગની અંદર જ પોતાના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું હતું અને બહારના ઘોંઘાટને તેના દેખાવ પર હાવી થવા દીધો ન હતો.
જો કે હવે ગોલ્ડ સાથે ઓલમ્પિકને પૂર્ણ કર્યા બાદ ખલીફે ઓલિમ્પિક દરમિયાન જેન્ડર આધારિત હેરેસમેન્ટ સામે કાયદાકીય પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે, તેમે પોતાની ફરિયાદમાં એલન મસ્ક અને જે.કે. રોલિંગ જેવી ખ્યાતનામ હસ્તીઓના નામ સામેલ કર્યા છે. ખલીફના વકીલના જણાવ્યા અનુસાર પેરીસ પ્રોસિક્યૂટર્સની કચેરીમાં આવેલા સ્પેશિયલ યુનિટમાં ખલીફનું ઓનલાઇન હેરેસમેન્ટ કરનારા એલન મસ્ક અને જે.કે. રોલિંગ સહિતના લોકો સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે બાયોલોજિકલ મેલ તરીકેના આરોપો બાદ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારી અલ્જિરિયાની પ્રથમ મહિલા બોક્સર બનવાની ખલીફની સિદ્ધિ પર જાણે વિવાદના વાદળો સર્જાયા હતાં. ખલીફના વકીલ બૌદીએ ખલીફ સામેના કેમ્પેઇનને દુરુપયોગી, જાતિવાદી અને સેક્સિસ્ટ ગણાવ્યો હતો. તેણે માહિતી આપી હતી કે આ ફરિયાદમાં ચોક્કસ વ્યક્તિઓના નામ આપવામાં આવ્યા છે પરંતુ જો આ કેસ કોર્ટમાં પ્રોસિડ થશે તો વધુ લોકોના નામ ઉમેરવામાં આવી શકે છે.
Source link