- ચિલીની મારિયાના જુનિગાએ શીતલને હરાવી
- જુનિગાનો સ્કોર 138 હતો જ્યારે શીતલનો સ્કોર 137 રહ્યો હતો
- શીતલ નૉકઆઉટ થયા બાદ ભારતીય ફેન્સનું દિલ તૂટી ગયું
પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં મહિલા આર્ચરીમાં ભારતીય પ્રશંસકોને આઘાત લાગ્યો હતો. ભારતીય આર્ચર શીતલ દેવી માત્ર એક પોઇન્ટથી ચીલીની મારિયાના જુનિગા સામે પરાજીત થઇ હતી. શીતલ નૉકઆઉટ થયા બાદ ભારતીય ફેન્સનું દિલ તૂટી ગયું છે.
જોકે, એક બીજી મેચમાં ભારતની તીરંદાજ સરિતાએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પરંતુ તેની સફર ક્વાર્ટર ફાઇનલમાં પરાજય સાથે સમાપ્ત થઇ હતી. શીતલ દેવીને ચિલીની મારિયાનાએ હરાવી હતી. ચિલીની મારિયાના જુનિગાએ 138નો સ્કોર કર્યો હતો જ્યારે શીતલનો સ્કોર 137 રહ્યો હતો. જોકે, શીતલે પહેલો સેટ 29-28થી પોતાના નામે કર્યો હતો પરંતુ બીજા સેટમાં તેનો 27-16થી પરાજય થયો હતો. ત્રીજા સેટમાં શીતલ અને જુનિગાનો સ્કોર 27-27થી સરભર રહ્યો હતો. તે બાદ 17 વર્ષીય શીતલે ચોથો સેટ પણ 29-29થી સરભર કર્યો હતો પરંતુ પાંચમો સેટ બચાવવામાં તે સફળ રહી નહોતી.
મહિલા તીરંદાજી કમ્પાઉન્ડની ક્વાર્ટર ફાઇનલમાં સરિતાનો તુર્કીની આક્નુર ક્યોર સામે હાર થઇ હતી. સરિતા તુર્કીની આર્ચર સામે 145-140ના સ્કોરથી પરાજિત થઇ હતી. 10 મીટર એર રાઇફલ મિક્સ્ડમાં ભારતને નિરાશા ા ભારતીય શૂટર અવનિ લેખરા પેરાલિમ્પિક રમતોની મિક્સ્ડ 10 મીટર એર રાઇફલ પ્રોન સ્પર્ધામાં રવિવારે 11માં જ્યારે સિદ્ધાર્થ બાબુ 28માં સ્થાને રહેતા ફાઇનલ માટે ક્વોલિફાય કરી સક્યા નહોતી. સારી શરૂઆત છતાં અવની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચ1માં ઐતિહાસિક ગોલ્ડના પોતાના પ્રદર્શનને દોહરાવી શકી નહોતી. સારી શરૂઆત છતાં તે 628.8 પોઇન્ટના કુલ સ્કોર સાથે નિષ્ફળ રહી હતી સિદ્ધાર્થ પણ 628.3નો સ્કોર કર્યો હતો. અને બંને ફાઇનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
જેવલીન થ્રોમાં પ્રવીણ કુમાર 8માં સ્થાને રહ્યો
ભારતને જેવલીન થ્રોમાં નિષ્ફળતા મળી છે.જેવલીન થ્રોની ફાઇનલમાં પ્રવીણ કુમાર આઠમાં સ્થાને રહ્યો હતો. 32વર્ષીય પ્રવીણનો શ્રેષ્ઠ થ્રો 42.12 મીટરનો રહ્યો હતો જે તેણે ચોથા પ્રયાસમાં પ્રાપ્ત કર્યો હતો. સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ઉઝબેકિસ્તાનના યોરબિનબેક ઓડિલોવને મળ્યો હતો જેણે 50.32 મીટરનો થ્રો કર્યો હતો. તુર્કીના મોહમ્મત ખલવંડીએ 49.97 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. સ્પર્ધાનો બ્રોન્ઝ મેડલ બ્રાઝિલના સિસેરો વાલ્દિરન લિન્સ નોબ્રેના ખાતામાં ગયો હતો જેણે 49.46 મીટરનો થ્રો કર્યો હતો.
Source link