- પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
- પ્રીતિ પાલે મહિલાઓની T35 સ્પર્ધામાં 200 મીટરમાં બ્રોન્ઝ જીત્યો
- ભારતે અત્યાર સુધીમાં કુલ 6 મેડલ જીત્યા છે
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 6 મેડલ જીત્યા છે. પ્રીતિ પાલે મહિલાઓની ટ્રેક ઈવેન્ટમાં 200m (T35)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં ચીનની જિયા ઝોઉએ ગોલ્ડ જીત્યો છે.
પ્રીતિ પાલે રચ્યો ઈતિહાસ
23 વર્ષની પ્રીતિ પાલે તેની રેસ પૂરી કરવા માટે કુલ 30.01 સેકન્ડનો સમય લીધો હતો. ચીનની જિયા ઝોઉ પ્રથમ ક્રમે રહી છે. તેણે પોતાની રેસ પૂરી કરવામાં 28.15 સેકન્ડનો સમય લીધો હતો. તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચીનના ગુઓ કિયાનકિઆન બીજા સ્થાને છે. તેણે આ રેસ 29.09 સેકન્ડમાં પૂરી કરી છે.
પ્રીતી પાલનો બીજો મેડલ
ભારતની પ્રીતિ પાલે રવિવારે મહિલાઓની 200 મીટર T35 કેટેગરીમાં 30.01 સેકન્ડના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો, જે પેરિસ પેરાલિમ્પિક્સનો તેનો બીજો મેડલ છે. શુક્રવારે, તેણે પેરાલિમ્પિક ટ્રેક ઇવેન્ટમાં ભારતનો પ્રથમ એથ્લેટિક્સ મેડલ જીત્યો. તેણે મહિલાઓની T35 100 મીટર સ્પર્ધામાં 14.21 સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
T35 શ્રેણી શું છે?
હાયપરટોનિયા, એટેક્સિયા અને એથેટોસિસ જેવા કોઓર્ડિનેશન ડિસઓર્ડર ધરાવતા ખેલાડીઓ T35માં ભાગ લે છે.