GUJARAT

Pavagadh: SRP PI જી આર પટેલનું શંકાસ્પદ મોત, ગેસ્ટહાઉસમાંથી મૃતદેહ મળ્યો

પ્રવાસન સ્થળ અને યાત્રાધામ પાવાગઢમાં બંદોબસ્ત માટે મુકવામાં આવેલી SRP પોલીસના ચાર પોઇન્ટની કામગીરીના નિરીક્ષણ માટે પાવાગઢ આવેલા અને ખાનગી ગેસ્ટ હાઉસમાં રોકાયેલા નડિયાદ એસઆરપી કંપની – સી, ગ્રુપ 7ના કંપની કમાન્ડર (પીઆઇ)નું ગેસ્ટ હાઉસના રૂમમાં રહસ્યમય મોત નીપજ્યું હતું. જેથી સવારે પાવાગઢ પોલીસ અને એસઆરપી પોલીસે ગેસ્ટ હાઉસ પહોંચી મૃતક કમાન્ડરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ સરકારી હોસ્પિટલ મોકલી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ SRP કંપની Cના ગ્રુપ 7ને બંદોબસ્ત માટે મુકવામાં આવ્યા

નડિયાદ SRP કંપની Cના ગ્રુપ 7ના 22 જેટલા પોલીસ જવાનોને યાત્રાધામ અને પ્રવાસન સ્થળ પાવાગઢમાં કાયમી બંદોબસ્ત માટે મુકવામાં આવ્યા છે. આ માટે ડુંગર ઉપર 3 પોઇન્ટ અને માચીમાં એક પોઇન્ટ મુકવામાં આવ્યા છે. જ્યાં એક પીએસઆઇ, બે હેડ કોન્સ્ટેબલ, એક રાઇટર અને ડ્રાઈવર સહિત 22 એસઆરપી જવાનો ફરજ બનાવી રહ્યા છે. દર ત્રણ મહિને ચાર પોઇન્ટ ઉપર તમામની આંતરિક બદલી પણ કરવામાં આવે છે.

ગઈકાલે 25મી સપ્ટેમ્બરે નાફિયાદથી આ તમામ પોઇન્ટના નિરીક્ષણ માટે 35 વર્ષીય ગ્રુપ કમાન્ડર ગણેશ પટેલ પાવાગઢ પહોંચ્યા હતા. એસઆરપી પીએસઆઇ લાલારામ યાદવે તેમના રાત્રી રોકાણ માટે પાવાગઢ ગામમાં આવેલી શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં 11 નંબરની રૂમનું બુકીંગ કરાવ્યું હતું.

બે હેડ કોન્સ્ટેબલે ટિફિન આપ્યું હતું

સાંજે કંપની કમાન્ડર ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં રૂમમાં આરામ કર્યા બાદ રાત્રે 8 વાગ્યે તેમને SRPની ગાડીમાં ડ્રાઈવર સાથે આવેલા બે હેડ કોન્સ્ટેબલ ચીમનભાઈ વાળંદ અને ગણપતસિંહ સોઢાએ કમાન્ડરને ભોજન માટે ટિફિન આપ્યું અને સવારની કામગીરી અંગે ચર્ચા કરી હતી. જે બાદ પટેલે જણાવ્યું હતું કે, ટિફિન હું જમી લઈશ તમે જાઓ તેમ કહેતાં બંને હેડ કોન્સ્ટેબલ ત્યાંથી નીકળી ગયા હતા.

સવારે સવા છ વાગ્યાની આજુબાજુ રૂમ 11ની તદ્દન સામે આવેલા 12 નંબરમાં રોકાયેલા યાત્રાળુઓએ 11 નંબરના અર્ધ ખુલ્લાં દરવાજામાંથી રૂમમાં રોકાયેલા આ એસઆરપી કમાન્ડરને જમીન ઉપર પડેલા જોતાં તેમને ગેસ્ટ હાઉસના મેનેજર ધવલને જાણ કરી હતી. જેથી ગેસ્ટહાઉસના માલિક પ્રણવ ઠાકોર ગેસ્ટ હાઉસે દોડી આવ્યા હતા અને તુરંત તેમણે પાવાગઢ પોલીસને જાણ કરતાં પાવાગઢ પોલીસ અને એસઆરપી પોલીસ ગેસ્ટ હાઉસ પહોંચી હતી.

ટિફિન બંધ હાલતમાં જોવા મળ્યું હતું

એસઆરપી કમાન્ડરે રાત્રે આઠ વાગ્યા પછી છેલ્લા બે હેડ કોન્સ્ટેબલ સાથે મુલાકાત કરી હતી, પછી તેઓ માટે લાવવામાં આવેલું ટિફિન તેઓ જમ્યા કે નહીં તે અંગે કોઈ જાણકારી મળી નથી. ટિફિન બંધ હાલતમાં રૂમમાં પડેલું જોવા મળ્યું છે. રૂમમાં પાણીની બોટલ, પ્લાસ્ટિકના ઝભલા, એક ફળ અને કેટલોક ખોરાક અસ્તવ્યસ્ત પડેલો પણ જોવા મળ્યો છે. સ્વસ્થ અને તંદુરસ્ત કમાન્ડરનું ગેસ્ટ હાઉસમાં રહસ્યમયી મોત નીપજ્યું છે. રાત્રે એવું તે શું બન્યું કે તેઓ સવારે બેડ ઉપરથી નીચે જમીન ઉપર ફસડાઈ પડેલા જોવા મળ્યા. પીઆઇએ આપઘાત કર્યો કે તેની હત્યા થઈ છે કે પછી આકસ્મિક મોત નીપજ્યું છે તે અંગે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી રહી છે.

સાંજના સમયે પટેલ ગેસ્ટહાઉસમાં આવ્યા હતા

શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં તપાસ કરતા અને રૂમ 11ના બુકીંગ અંગે પૂછપરછ કરતા ગેસ્ટ હાઉસના મલિક પ્રણવ ઠાકોરે જણાવ્યું કે, એસઆરપી પીએસઆઇ લાલારામ યાદવે બુકીંગ કરાવ્યું હતું. પોલીસ બુકીંગ હતું એટલે રજીસ્ટર્ડમાં કોઈ નોંધ કરવામાં આવી નથી પરંતુ, સાંજે પાંચેક વાગ્યે તેમના સાહેબને ગાડી મુકવા આવી હતી અને રાત્રે આઠેક વાગ્યે પોલીસ તેમને ટિફિન આપવા આવી હોવાની જાણકારી આપી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button