NATIONAL

PM E-Drive: 1 ઑક્ટોબરથી EVની ખરીદી પર સબસિડી મળશે, નોટિફિકેશન જાહેર

ઇલેક્ટ્રીક વ્હીકલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક ઓક્ટોબરે 2024થી પીએમ ઇ ડ્રાઇવ સ્કિમ લાગુ થવા જઇ રહી છે. આ યોજના પાછળ સરકાર 10,900 કરોડ રૂપિયા ખર્ચ કરશે. ભારે ઉદ્યોગ મંત્રાલયે સોમવાર, 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક ગેઝેટ નોટિફિકેશન જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની 11 સપ્ટેમ્બર 2024ના રોજ પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ મીટીંગમાં દેશના ઇલેક્ટ્રીક મોબિલિટીને પ્રોત્સાહન આપવા આ સ્કિમ પર મોહર લગાવવામાં આવી હતી.

યોજના 1 ઓક્ટોબરથી 31 માર્ચ 2026 સુધી લાગુ

ભારે ઉદ્યોગ મંત્રાલયે તેના નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ઝડપી પ્રચાર માટે, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સેટઅપ અને દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી ઈકો-સિસ્ટમના વિકાસ માટે, 1 ઓક્ટોબર, 2024 થી 31 માર્ચ 2026 સુધી PM-ડ્રાઈવ સ્કીમ લાગુ કરવામાં આવશે. પીએમ ઈ-ડ્રાઈવની યોજના હેઠળ સરકાર ઈ-ટુવ્હીલર, ઈ-થ્રી વ્હીલર્સ, ઈ-એમ્બ્યુલન્સ, ઈ-ટ્રક અને અન્ય ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબસિડી આપશે.


EV પર રાજ્ય સરકાર પણ આપશે ડિસ્કાઉન્ટ!

ગેઝેટ નોટિફિકેશનમાં સરકારે કહ્યું કે કેન્દ્ર સરકારનો પ્રયાસ રાજ્ય સરકારોની મદદથી ઈ-મોબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે. રોડ ટેક્સમાં મુક્તિ છૂટ, પરમિટ મુક્તિ, ટોલ ટેક્સ મુક્તિ, પાર્કિંગ ચાર્જ મુક્તિ, EV નોંધણીમાં ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. આ યોજનાના સમયગાળા દરમિયાન ભારે ઉદ્યોગ મંત્રાલય રાજ્યોને આવા પ્રોત્સાહનો આપવા માટે પ્રોત્સાહિત કરશે.

10,900 કરોડ રૂપિયાની યોજના

પીએમ ઈ-ડ્રાઈવ યોજનાનું મોડલ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય છે. ગેઝેટ નોટિફિકેશન અનુસાર 10,900 કરોડ રૂપિયામાંથી 2024-25માં ઈલેક્ટ્રિક વાહનોના પ્રચાર માટે 5047 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. જ્યારે 2025-26માં 5853 કરોડ રૂપિયા ખર્ચવાની યોજના છે. પીએમ ઈ-ડ્રાઈવ યોજના 24.79 લાખ ઈ-ટુ વ્હીલર, 3.16 લાખ ઈ-થ્રી વ્હીલર અને 14,028 ઈ-બસને સપોર્ટ કરશે. ભારે ઉદ્યોગ મંત્રાલય ઇલેક્ટ્રિક વાહનોના ખરીદદારો માટે ઈ-વાઉચર્સ લઈને આવી રહ્યું છે જેથી તેઓ યોજના હેઠળ આપવામાં આવતા પ્રોત્સાહનોનો લાભ મેળવી શકે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button