PM નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ મન કી બાતનો આજે 114મો એપિસોડ છે. પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ મોદી ચોથી વખત આ રેડિયો શો દ્વારા પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. 29મી સપ્ટેમ્બરે એટલે કે આજનો ‘મન કી બાત’નો એપિસોડ ખાસ છે કારણ કે તેના ટેલિકાસ્ટના દસ વર્ષ પૂરા થઇ રહ્યા છે. મહત્વનું છે કે દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થતા શો ‘મન કી બાત’નો પ્રથમ એપિસોડ 3 ઓક્ટોબર 2014ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
10 વર્ષ પૂર્ણ થવા બદલ ધન્યવાદ સૌનો માનુ છું.
પીએમ મોદીએ કહ્યું કે હું દરેક મીડિયા હાઉસને ધન્યવાદ આપુ છે જેણે આ કાર્યક્રમ ઘર ઘર સુધી પહોંચાડ્યો. 22 ભાષા અને 12 વિદેશી ભાષામાં પણ સાંભળી શકાય છે આ કાર્યક્રમ. મન કી બાત કાર્યક્રમ પર આધારિત ક્વિઝ કોમ્પિટિશન ચાલે છે. mygove.in પર જઇને તમે આ કોમ્પિટિશનમાં ભાગ લઇ શકો છો. દેશની સામૂહિક શક્તિને આ રીતે સેલિબ્રેટ કરીએ તેવી પ્રાર્થના છે. દેશના અલગ અલગ ભાગોમાં વરસાદ થઇ રહ્યો છે. જે યાદ અપાવે છે કે પાણી બચાવવુ જરૂરી છે. આપાણી જળસંકટના મહિનાઓમાં મદદ કરે છે. કેચ ધ રેન અભિયાનની આવી જ ભાવના છે.
આ યાત્રા ન ભૂલનારી- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે મારી યાત્રાને 10 વર્ષ થઈ ગયા છે. આ કાર્યક્રમ વિજયાદશમીના દિવસે શરૂ થયો હતો. નવરાત્રિનો પ્રથમ દિવસ 10 વર્ષ પૂરા થશે. મન કી બાતમાં ઘણા એવા સીમાચિહ્નો છે જે હું ભૂલી શકતો નથી પીએમ મોદીએ કહ્યું કે આ પ્રવાસ દરમિયાન ઘણા એવા મિત્રો છે જે સતત સહયોગ આપી રહ્યા છે. એક ધારણા એટલી બધી જોડાઈ ગઈ છે કે જ્યાં સુધી સ્પષ્ટપણે નકારાત્મક ટિપ્પણીઓ ન હોય ત્યાં સુધી તેના પર ધ્યાન જતું નથી. મન કી બાતે આ વાત ખોટી સાબિત કરી છે.. મન કી બાતમાં પણ લોકો દેશના લોકોની સિદ્ધિઓને ધ્યાનથી સાંભળે છે.
સ્વચ્છતા અભિયાન વિશે શું બોલ્યા ?
દેશના દરેક ભાગમાં સ્વચ્છતાને લઈને કેટલાક પ્રયાસો થઈ રહ્યા છે. 2જી ઓક્ટોબરે સ્વચ્છતા અભિયાનને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ છે જેમણે જીવનભર આ માટે પ્રયત્ન કર્યો.