- રાજુલા સહિતમાં મૂર્તિકારોએ ગણેશની અવનવી મૂર્તિઓ બનાવી
- આગામી દિવસોમા ગણેશ મહોત્સવનો તહેવાર આવી રહ્યો છે
- શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર ગણપતિ પંડાલ જોવા મળશે
સાતમ-આઠમના તહેવારો બાદ હવે આગામી દિવસોમા ગણેશ મહોત્સવનો તહેવાર થોડા દિવસમાં આવી રહ્યો છે. જેથી ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજુલા-જાફરાબાદ પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર ગણપતિ પંડાલ જોવા મળશે. ગણેશપ્રતિમાની મૂર્તિ બનાવવા માટે કેટલાક મહિનાઓથી તેની તૈયારીઓ ચાલતી હોય છે, હાલમાં મોટાભાગની મૂર્તિઓ બનીને તૈયાર થઈ ગઈ છે. રાજસ્થાન રાજ્યનો મારવાડી પરિવાર ગણેશની મૂર્તિઓ જાતે જ તૈયાર કરે છે. હાલ પણ આ પરિવાર દ્વારા ગણેશ મૂર્તિ તૈયાર કરવા માટે રાતદિવસ કામ કરી રહ્યા છે. અલગ અલગ વેશ ધારણવાળી મૂર્તિઓ બનાવવામાં આવી છે. મૂર્તિઓમા આકર્ષણનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે.
ગણેશ મહોત્સવને પગલે મૂર્તિઓ બનાવવા માટે ઝૂંપડપટ્ટીમાં રહી ગણેશજીની પ્રતિમાઓ બનાવે છે. ગણેશ ભક્તો કહે તેવા લુકમાં મૂર્તિઓ બનાવી આપવાની કલાત્મક કલાઓ આકર્ષણ બની રહી છે. લોકોમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. નાની-મોટી બધા પ્રકારની 600 જેટલી મૂર્તિ બનાવવામાં આવી છે.
Source link