આરએસએસના વડા મોહન ભાગવતે દરેક વ્યક્તિને અભિમાન અને અહંકારથી દૂર રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે અભિમાન છોડો અન્યથા ઊંડા ખાડામાં પડી જશો. દરેક વ્યક્તિને જ્યારે આનંદ થાય અને સંતુષ્ટિ થાય ત્યારે તે જ સાચી સેવા કહેવાય છે. આને કારણે અન્ય લોકોને મદદ કરવાની અને અન્યોની સેવા કરવાની પ્રવૃત્તિ વધે છે.
તેમણે ભારત વિકાસ પરિષદના વિકલાંગ કેન્દ્રના એક કાર્યક્રમમાં કહ્યું કે સમાજમાં અત્યારે બધું ખોટું થઈ રહ્યું છે તેવી એક સામાન્ય છાપ અને માન્યતા ઊભી થઈ રહી છે. લોકોની આ માન્યતા દૂર કરવાની છે.સમાજની માન્યતા છતાં 40 ગણી વધારે સારી સેવા થઈ રહી છે જે સારી નિશાની છે.ભાગવતે કહ્યું કે ભારતના વિકાસ માટે સમાજના તમામ વર્ગોને સશક્ત બનાવવાની જરૂર છે. દેશની પ્રગતિ ફક્ત સમાજની સેવા સુધી જ સીમિત નથી. સેવાનો હેતુ નાગરિકોને વિકાસમાં યોગદાન આપવા માટે સક્ષમ બનાવવાનો છે. સક્ષમ નાગરિકો જ દેશની પ્રગતિને ગતિ આપી શકે છે.
લોકોમાં સકારાત્મક કાર્યો માટે જાગૃતિ ફેલાવવી જરૂરી
લોકોમાં સકારાત્મક કાર્યો માટે જાગૃતિ ફેલાવવી જરૂરી છે. સેવા જ સમાજમાં લોકોમાં કાયમી વિશ્વાસ જગાવશે. તેમણે કહ્યું કે પોતે સર્વશક્તિમાન છે તેવું દરેક વ્યક્તિ માનતી હોય છે. જે સમાજની સેવા કરવાની પ્રેરણા આપે છે. જોકે દરેક વ્યક્તિમાં થોડો ઘણો અહંકાર પણ હોય છે. દરેક વ્યક્તિમાં બે પ્રકારના ગુણો હોય છે. તેઓ થોડા પરિપકવ અને થોડા અપરિપકવ હોય છે પણ આવા કિસ્સામાં દરેક પરિપકવ વ્યક્તિએ સમાજ સેવાના કાર્યો ચાલુ રાખવા જોઈએ. જે વ્યક્તિ અપરિપકવ હોય તેમાં અહંકાર હોય છે. જે વ્યક્તિ અપરિપકવ હોય છે તેમાં અહંકાર વધારે હોય છે. આવા લોકો ઊંડા ખાડામાં પડી જતા હોય છે.
Source link