GUJARAT

Junagadhમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ

જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વંથલીમાં છેલ્લા 1 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે બીજી તરફ ભેસાણમાં 1 કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જેને લઈને હાલમાં તમામ જગ્યાઓ પર પાણી વહેતા થયા છે.

કલેકટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી

જૂનાગઢમાં ભારે વરસાદ વરસવાના કારણે કલેકટર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી ભવનાથ, દામોદર કુંડ ન જવા અપીલ કરવામાં આવી છે. ભવનાથ વિસ્તારમાં ભારે વરસાદ હોવાના કારણે આ અપીલ કરવામાં આવી છે. જૂનાગઢના વંથલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના આઝાદ ચોક, આંબેડકર ચોકમાં વરસાદ વરસી રહ્યો છે તો વંથલી અને આસપાસના પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

જૂનાગઢમાં સતત બે દિવસથી વરસાદે તબાહી મચાવી

બીજી તરફ જૂનાગઢ શહેર અને ભવનાથમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 30 મિનિટથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે અને ગિરનાર ઉપર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તમને જણાવી દઈએ કે જૂનાગઢમાં સતત બે દિવસથી વરસાદે તબાહી મચાવી છે અને જૂનાગઢના માનના છોડ વિસ્તારમાં 300થી પણ વધુ દુકાનોમાં ગટરના પાણી ઘૂસી જતા વેપારીઓની આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

બોટાદનો મનહર ડેમ થયો ઓવરફલો, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

બોટાદનો મનહર ડેમ ઓવરફલો થયો છે. પંથકમાં અને ઉપરવાસના વિસ્તારોમાં પડેલા સતત વરસાદથી પાણીની ભરપૂર આવક થતાં ડેમ છલકાયો છે. જેના કારણે આસપાસના ભીમડાદ, મેઘવડીયા, ગુંદાળા, ગોરડકા, નિંગાળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમ ઓવરફલો થતા કેરી નદીમાં પાણી વહેતું થયું છે. ડેમના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા વહીવટી તંત્રએ સૂચન કર્યું છે. ભીમડાદ ગામમાં ઢોલ વગાડી લોકોને નદીમાં અવરજવર ન કરવા જાહેરાત કરવામાં આવી છે અને જો કોઈ ભંગ કરતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ઢોલ વગાડીને જાહેરાત કરવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button