GUJARAT

Amreliમાં વરસાદી માહોલ, જાફરાબાદ અને રાજુલા પંથકમાં અવિરત મેઘમહેર

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જાફરાબાદના બજારમાં વરસાદી પાણી ભરાયા છે. જાફરાબાદ અને રાજુલા પંથકમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે.

મેઘ મહેરથી સ્થાનિક નદીઓમાં આવ્યા પુર

અમરેલીના લીલીયામાં સતત બીજા દિવસે આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલુ છે અને લીલીયા સહિત આસપાસના વિસ્તારોમાં મેઘ મહેરથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. ધોધમાર વરસાદથી ચેકડેમો અને તળાવો ઓવરફ્લો થયા છે. તળાવો ઓવરફ્લો થતાં પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. તમને જણાવી દઈએ કે ગઈ રાતથી વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેતરો પણ પાણીથી તરબોળ થયા છે.

ધોધમાર વરસાદથી ખેતરો થયા પાણીથી તરબોળ

લીલીયાના ગોઢાવદર, પુંજાપાદર, સલડી, આંબા, કણકોટમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ પડવાથી ખેતરોમાંથી પાણી ભરાયા છે અને સરોવરો અને ચેકડેમો ઓવરફ્લો થતાં જમીનના તળપાણીમાં પણ વધારો થયો છે.

ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ

ગઈકાલે વરસાદ વરસ્યા બાદ આજે પણ ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે પણ બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતાં વરસાદી માહોલ છવાયો છે. દહેગામ શહેર અને તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા કેટલાય દિવસોથી લોકો અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહ્યા હતા અને વરસાદને પગલે લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે. દહેગામ તાલુકાના કડજોદરા ,લિહોડા, ખાનપુર, સાપા ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

પાનમ જળાશયમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા જળ સપાટીમાં વધારો

પંચમહાલ જિલ્લાના જીવા દોરી સમાન પાનમ જળાશયમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા જળ સપાટીમાં વધારો થયો હતો. જળ સપાટીનું રૂલ લેવલ જાળવવા માટે પાનમ સિંચાઈ વિભાગ દ્વારા જળાશયના બે ગેટ ત્રણ ફૂટ સુધી ખોલીને પાનમ નદીમાં 8562 ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી હતી. પાનમ જળાશયમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા.

જ્યારે સિંચાઈ માટે કેનાલમાં પણ 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતુ. જળાશયમાં સતત ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ રહેતા તબક્કાવાર ડેમમાંથી પાણી છોડવામાં આવી શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. પાનમ ડેમ 100 ટકા ભરાઈ જતા સિંચાઈ માટે કેનાલનું પાણી મેળવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button