Rajasthan Jalore Accident: જાલોરમાં લક્ઝરી બસ ખાઈમાં પલટી, દંપતીનું મોત, 20થી વધુ મુસાફરો ઘાયલ

by

Thenewsdk

Updated: 05-01-2026, 04.19 AM

Follow us:

Rajasthan Jalore Accident: ગુજરાતની સરહદે આવેલા રાજસ્થાનના જાલોર જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સાંચોરથી જયપુર જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અચાનક બેકાબૂ બની રસ્તાની બાજુ આવેલી ઊંડી ખાઈમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે લગભગ 20 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

આ દુર્ઘટના જાલોર જિલ્લાના આહોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા અગવરી ગામ નજીક નેશનલ હાઈવે 325 પર બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, રસ્તા પર અચાનક આવી ગયેલા એક પશુને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ સીધી ખાઈમાં જઈ પલટી ગઈ.

બસ પલટતા જ મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આહોર પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેસીબી અને ક્રેનની મદદથી બસ નીચે ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા. તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માતમાં લિયાદરા ગામના રહેવાસી ફગલુરામ બિશ્નોઈ અને તેમની પત્ની હુઆ દેવીનું મોત થયું છે. દંપતી અજમેરમાં રહેતા તેમના પુત્રને મળવા જઈ રહ્યું હતું, પરંતુ માર્ગ અકસ્માતે તેમનું જીવન છીનવી લીધું. હાલ પોલીસ અકસ્માતના તમામ પાસાઓની વિગતવાર તપાસ કરી રહી છે. અકસ્માતને કારણે થોડા સમય માટે નેશનલ હાઈવે 325 પર વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.