Ranveer Singh Exits Don 3: રણવીર સિંહની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ **‘ધુરંધર’**એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ બાદ રણવીર સિંહના આગામી પ્રોજેક્ટ્સને લઈને ચર્ચાઓ તેજ બની છે. એ વચ્ચે એક મોટો અહેવાલ સામે આવ્યો છે કે રણવીર સિંહ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની મેગા ફિલ્મ **‘ડોન 3’**માંથી ખસી ગયો છે.
‘ધુરંધર’ના બીજા ભાગની રિલીઝ પછી ફેન્સ રણવીર સિંહને આઇકોનિક ડોન ફ્રેન્ચાઇઝમાં જોવા આતુર હતા. જોકે, તાજા અહેવાલ મુજબ રણવીરે હવે આ ફિલ્મને અલવિદા કહી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે ‘ધુરંધર’ બાદ તે તરત જ ‘ડોન 3’ પર કામ શરૂ કરવાનો હતો, પરંતુ હવે તેણે પોતાની તારીખો નવી ઝોમ્બી-બેઝ્ડ ફિલ્મ ‘પ્રલય’ માટે ફાળવી છે.
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, જય મહેતા દિગ્દર્શિત ‘પ્રલય’ પર રણવીર સંપૂર્ણ ફોકસ કરવા માગે છે. આ ઉપરાંત, અભિનેતા ભવિષ્યમાં સંજય લીલા ભણસાલી, લોકેશ કનાગરાજ અને એટલી જેવા મોટા દિગ્દર્શકો સાથે કામ કરવાની ઈચ્છા ધરાવે છે.
અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ‘ધુરંધર’ પછી રણવીર ફરી ગેંગસ્ટર-બેઝ્ડ ફિલ્મોમાં દેખાવા માગતો નથી. રણવીરના એક્ઝિટ બાદ હવે ‘ડોન 3’ માટે નવા લીડ એક્ટરની શોધ શરૂ થઈ ગઈ છે. પરિણામે ફિલ્મનું શૂટિંગ 2026ના અંત સુધી ટળી શકે છે.
ઉલ્લેખનીય છે કે ‘ડોન 3’ એક હાઇ-બજેટ એક્શન ફિલ્મ હશે, જેમાં ફીમેલ લીડ તરીકે કૃતિ સેનનને ફાઇનલ કરવામાં આવી હોવાનું કહેવાય છે. ફિલ્મનું શૂટિંગ અનેક આંતરરાષ્ટ્રીય લોકેશન્સ પર થવાની પણ તૈયારી છે.


Leave a Comment