અભિનેતા રણવીર સિંહ IFFI 2025 દરમિયાન થયેલા એક વિવાદના કારણે ચર્ચામાં આવ્યા છે. ગોવામાં યોજાયેલા આ ઇવેન્ટમાં તેમણે કન્નડ ફિલ્મ ‘કાંતારા’માં દર્શાવવામાં આવેલા દૈવ નૃત્ય, એટલે કે ચામુંડા દેવીના એક્ટની મિમિક્રી કરી હતી.
આ કૃત્યથી હિન્દુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનું કહી અનેક સંગઠનોએ રણવીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ ઘટનાના સમયે ‘કાંતારા’ના અભિનેતા અને ડિરેક્ટર રિષભ શેટ્ટી મંચ પર હાજર હતા અને તેમણે રણવીરને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો.
વીડિયો વાયરલ થતાં વિરોધ વધુ વધી ગયો હતો. ચારે તરફની ટીકા પછી રણવીર સિંહે સોશિયલ મીડિયા પર માફી માગી અને જણાવ્યું કે તેમનો ઇરાદો કોઈની ભાવનાઓ દુભાવવાનો નહોતો.
આ વિવાદ તેમનાં આગામી ફિલ્મ ‘ધુરંધર’ના પ્રમોશન વચ્ચે ઉભો થયો છે, જેના કારણે રણવીરની છબી પર નકારાત્મક અસર પડી છે.


Leave a Comment