BUSINESS

RBI: હજીપણ લોકો બે હજારની 7,117 કરોડની નોટ છુપાવીને બેઠા હોવાનો દાવો

દેશમાં બે હજારની સુંદર ગુલાબી કલારની કડકડતી નોટો બંધ થયાને દોઢ વર્ષ કરતાં વધુ સમય પસાર થઈ ગયો છે. પરંતુ હજી પણ સાત હજાર કરોડ રૂપિયા કરતાં વધુ કિંમતની આ ચલણી નોટો દબાવીને બેસી ગયા છે. ભારતીય રિઝર્વ બેંકે ઑક્ટોબર મહિનાના પ્રથમ દિવસે આ નોટોને લઈ મોટું અપડેટ આપ્યું અને જણાવ્યું કે ચલણથી બહાર કરી હોવા છતાં અત્યાર સુધી બે હજારની કુલ નોટોમાંથી માત્ર 98 ટકા જ નોટો પરત આવી છે. 


હજુ પણ બે ટકા નોટ પરત આવવાની વાટ જોવાઈ રહી છે

મંગળવાર, 1 ઓક્ટોબર, 2024ના રોજ, કેન્દ્રીય બેંક આરબીઆઈએ, ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી 2000 રૂપિયાની નોટ પરત કરવાના ડેટા શેર કરતી વખતે કહ્યું કે આ કિંમતની 98 ટકા નોટો બેંકોને પરત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, રિઝર્વ બેંકે કહ્યું છે કે લોકો પાસે હજુ પણ 7,117 કરોડ રૂપિયાની ગુલાબી નોટો છે. આ નોટોને ચલણમાંથી બહાર કાઢ્યા પછી, શરૂઆતમાં તે ઝડપી ગતિએ પાછી આવી હતી, પરંતુ હવે તે ખૂબ જ ધીમી ગતિએ પાછી આવી રહી છે.

જુલાઈથી અત્યાર સુધીમાં કેટલી નોટો પાછી આવી?

પહેલી જુલાઈ, 2024ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, બજારમાં 7,581 કરોડ રૂપિયાની કિંમતની બે હજાર રૂપિયાની ગુલાબી નોટો બચી ગઈ હતી, જ્યારે 1 સપ્ટેમ્બર સુધીમાં પણ આ આંકડો 7000 કરોડ રૂપિયાથી નીચે ન આવી શકે. આ બે મહિનામાં માત્ર 320 કરોડ રૂપિયાની નોટો જ પરત આવી શકી છે. હવે ઑક્ટોબરના ડેટાને જોતાં, નોટો ઉપાડવાની ધીમી ગતિનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. જ્યારે ગયા વર્ષે મે 2023માં જ્યારે આ નોટો બંધ કરવામાં આવી ત્યારે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો હાજર હતી અને 29 ડિસેમ્બર 2023 સુધીમાં આ આંકડો ઘટીને 9,330 કરોડ રૂપિયા પર આવી ગયો હતો.


નોટબંધી બાદ બે હજારની નવી નોટો મૂકાઈ હતી

આરબીઆઈએ બે હજારના કિંમતની નોટો નવેમ્બર-2016માં ત્યારે રજૂ કરી હતી જ્યારે સરકારે ચલણમાં રહેલી 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ આ કિંમતની બેંક નોટો પૂરતા પ્રમાણમાં મળી રહેતા બે હજારની ગુલાબી નોટો બેંક નોટ શરૂ કરવાનો હેતુ પૂર્ણ થયો હતો. આરબીઆઈએ જણાવ્યું કે, આ માટે વર્ષ-2018-19માં બે હજાર રૂપિયાની બેંક નોટોનું છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું. 

બે હજાર રૂપિયાની નોટો ક્યારે અને શા માટે બંધ કરવામાં આવી?

ક્લીન નોટ પોલિસી હેઠળ, આરબીઆઈએ 19 મે 2023ના રોજ દેશમાં ચલણમાં રહેલી આ સૌથી વધુ કિંમતની રૂપિયા બે હજારની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી, કેન્દ્રીય બેંકે સ્થાનિક બેંકો અને આરબીઆઈની 19 પ્રાદેશિક કચેરીઓમાં આ નોટો પરત કરવા અને એક્સચેન્જ કરવા માટે 23 મેથી 30 સપ્ટેમ્બર-2023 સુધીનો સમય આપ્યો હતો. જો કે ત્યારબાદ આ સમયમર્યાદા સતત લંબાતી રહી હતી.

તમે હજુ બે હજારની નોટ જમા કરાવી શકો છો

ઉલ્લેખનીય છે કે, બે હજાર રૂપિાની ચલણી નોટો હજુ પણ બદલી શકાશે. જોકે સ્થાનિક બેંકોમાં આ કામ શક્ય નહીં બને. સેન્ટ્રલ બેંકે પહેલાથી જ સ્પષ્ટતા કરી છે કે ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ ગુલાબી નોટો 19 આરબીઆઈ ઓફિસમાં જમા કરવામાં આવશે, જે અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ જવા ઉપરાંત, લોકો આ નોટો તેમની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા ઈન્ડિયા પોસ્ટ દ્વારા જમા કરાવી શકે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button