સુરત પીપલ્સ બેંકને 61.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં નિર્દેશોનું પાલન ન કરતા RBIએ દંડ ફટકાર્યો છે. ઓડિટ દરમિયાન RBIના દિશાનિર્દેશોનું પાલન ન કર્યું હોવાથી દંડ ફટકારવામાં આવ્યો છે.
બેંકના હોદ્દેદારોને નોટિસ આપવામાં આવી
મહત્વનું કહી શકાય કે, 31 માર્ચ 2022 થી 31 માર્ચ 2023ના ઓડિટ દરમિયાન RBI દિશા નિર્દેશોનું પાલન નહીં કર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ બાબતે બેંકના હોદ્દેદારોને શો કોઝ નોટિસ આપવામાં આવી હતી. જેમાં અમુક ઉધાર લેનારાઓના એકાઉન્ટને નોન પરફોર્મિંગ એસેટ્સ તરીકે વર્ગીકૃત કરાયા ના હતા.
કેટલાક ડિરેક્ટરોના સંબંધીઓની લોન મંજૂર
મહત્વનું કહી શકાય કે, બેંકના હોદ્દેદારોનો શોકોઝ પાઠવવામાં આવી હતી. જેમાં અમુક ઉધાર લેનારાઓના એકાઉન્ટને નોન પરફોર્મિંગ એસેટ્સ તરીકે વર્ગીકૃત ન કરવામાં આવ્યા હતા અને સાથે જ કેટલાક ડિરેક્ટરોના સંબંધીઓની લોન મંજૂર કરવામાં આવી હતી.
દિશા-નિર્દેશોની અવગણના બદલ દંડ ફટકાર્યો
સાથે જ મોબાઈલ નંબર રેકોર્ડમાં ન હોવા છતાં SMS મોકલાયા હતા. જેમાં SMS મોકલી કસ્ટમર પાસેથી શુલ્ક વસૂલ કરાયા હતા. જેને લઈને દિશા-નિર્દેશોની અવગણના બદલ RBIએ દંડ ફટકાર્યો હતો.
Source link