- ઈન્ડિયન નેવલ એકેડમીના પ્રિન્સિપાલ તરીકે જી રામબાબુની પસંદગી
- જી રામબાબુએ INAના પ્રિન્સિપાલ તરીકેનો ચાર્જ સંભાળ્યો
- ભારતીય નૌકાદળમાં 33 વર્ષથી વધુની જી રામબાબુએ સેવા આપી
રીયર એડમિરલ જી રામબાબુએ ઈન્ડિયન નેવલ એકેડમીના પ્રિન્સિપાલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. એડમિરલ જી રામબાબુએ 01 સપ્ટેમ્બર 2024ના રોજ INAના પ્રિન્સિપાલ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. જી રામબાબુ 04 ફેબ્રુઆરી 1991ના રોજ ભારતીય નેવીમાં કમિશન તરીકે સેવા આપી હતી.
ભારતીય નૌકાદળમાં રીઅર એડમિરલ જી રામબાબુએ 33 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી છે. ફ્લેગ ઓફિસરે NHQ ખાતે કોમોડોર (નેવલ એજ્યુકેશન), કોમોડોર ડિરેક્ટર (નેવલ ઓપરેશનલ ડેટા પ્રોસેસિંગ એન્ડ એનાલિસિસ સેન્ટર), કોચી અને સૈનિક સ્કૂલ સોસાયટીમાં ઇન્સ્પેક્શન ઓફિસર સહિત અનેક મહત્વપૂર્ણ નિમણૂંકો યોજી છે. તેમણે બે સૈનિક શાળાઓ જેમાં અંબિકાપુર અને તિરુવનંતપુરમના આચાર્ય તરીકે પણ સેવા આપી છે. ફ્લેગ ઓફિસરે IMD પુણે ખાતે હવામાનશાસ્ત્રના અદ્યતન અભ્યાસક્રમો અને CUSAT કોચી ખાતે સમુદ્રશાસ્ત્ર અને ISRO અમદાવાદમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર ખાતે સેટેલાઇટ હવામાનશાસ્ત્ર અને વૈશ્વિક આબોહવા પર UnitedNations PG અભ્યાસક્રમો પૂર્ણ કર્યા છે.
જી રામબાબુએ સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસમાં MSc અને સમુદ્રશાસ્ત્રમાં M.Phil ધરાવે છે. દેશની સેવા પ્રત્યેના તેમના સમર્પણની માન્યતામાં, ફ્લેગ ઓફિસરને 2000માં ચીફ ઓફ નેવલ સ્ટાફ કમ્મેન્ડેશન અને 1995 અને 2010માં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ પ્રશસ્તિથી નવાજવામાં આવ્યા હતા. જી રામબાબુ તેમના સ્ટાફ કોર્સ દરમિયાન જનરલ લેન્ટેઈન મેડલના ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ સીવાય 15 રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સેમિનારમાં પેપર રજૂ કર્યા અને પ્રકાશિત પણ કર્યા છે જેમાં એક હેલસિંકી, ફિનલેન્ડનો સમાવેશ થાય છે.
Source link