રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના 35 લાખ કરતાં વધુ શેર હોલ્ડરો માટે આજે એક મોટી ખુશ ખબરી આવી છે. કંપનીના બોર્ડ ઑફ ડાયરેક્ટરે ગુરુવારે એક શેર પર એક બોનસ શેર જાહેર કરવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, સાત વર્ષમાં આ પ્રથમવાર હશે જ્યારે કંપની પોતાના શેર હોલ્ડરોને બોનસ શેર કરશે. માર્કેટ કેપથી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સે આ પહેલા સપ્ટેમ્બર વર્ષ-2017માં પોતાના શેર હોલ્ડરને બોનસ શેર આપ્યા હતા.
બોનસ શેર 1:1 ના ગુણોત્તરમાં ઈશ્યૂ કરવામાં આવશે
કંપનીએ ગુરુવારે સ્ટોક માર્કેટ એક્સચેન્જો BSE અને NSEને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેરધારકોને 1:1ના રેશિયોમાં બોનસ શેર ઈશ્યૂ કરવાની મંજૂરી આપવા ભલામણ કરી છે. શેરધારકોને રૂ. 10ની ફેસ વેલ્યુના પ્રત્યેક શેર માટે રૂ. 10ની ફેસ વેલ્યુનો એક બોનસ શેર આપવામાં આવશે, એમ કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. કંપનીએ કહ્યું કે બોનસ શેર માટેની રેકોર્ડ ડેટ પછીથી જાહેર કરવામાં આવશે, જેની માહિતી અલગથી આપવામાં આવશે.
વર્ષ-2017 અને 2009માં પણ 1:1ના રેશિયોમાં બોનસ શેર ઈશ્યુ કરાયા હતા
તમને જણાવી દઈએ કે વર્ષ-2017માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શેરધારકોને 1:1ના રેશિયોમાં બોનસ શેર ઈશ્યુ કર્યા હતા. અગાઉ વર્ષ 2009માં, કંપનીએ તેના શેરધારકોને 1:1ના રેશિયોમાં બોનસ શેર જારી કર્યા હતા. આ સિવાય કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 15,000 કરોડથી વધારીને રૂ. 50,000 કરોડ કરવા માટે શેરધારકો પાસેથી મંજૂરી પણ માંગી છે.
શુક્રવારે કંપનીના શેરમાં ઘટાડો
મહત્ત્વનું છે કે, ગુરુવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર બીએઈ પર 42.65 રૂપિયા એટલે કે, 1.41 ટકાના ઘટાડા સાથે 2987.15 રૂપિયાના ભાવે બંધ થયા. કંપનું વર્તમાન માર્કેટ કેપ 20,21,050.54 કરોડ રૂપિયા છે. મહત્ત્વનું છે કે, કોઈપણ ભારતીય કંપનીનું માર્કેટ કેપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝન માર્કેટ કેપથી વધુ નથી.
Source link