શિયાળો આવે એટલે અનેક લોકોને કફની સમસ્યા થતી હોય છે. જો તમને અથવા તમારા પરિવારમાં કોઈને આ સમસ્યા હોય તો અહીં આપવામાં આવેલી માહિતી તમારા માટે છે.
એક એવી મુદ્રા છે કે જે કોઈ પણ ઋતુ હોય, આ મુદ્રા કરવાથી તમારો કફ દૂર થઈ જશે. તમે સૂતા સૂતા અથવા તો ચાલતા ચાલતા પણ આ મુદ્રા કરી શકો છો.
આ મુદ્રા કરવાથી શરીરની અંદર ગરમી ઉત્પન્ન થશે અને એ ગરમીને કારણે તમારા ફેફસાં માંથી જમેલો કફ બહાર નીકળશે.
2 થી 4 દિવસમાં આ મુદ્રા કરવાથી તમને કફની સમસ્યા માંથી રાહત મળશે. આ મુદ્રાનું નામ સુર્ય મુદ્રા છે. બંને હાથની અનામિકા આંગળીને વાળીને આ રીતે મુદ્રા બનાવવાની છે. જે તમારે 15 થી 45 મિનિટ સુધી આ મુદ્રા કરવાની છે.
આ મુદ્રા કરવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય સાથે ફેટ ઘટશે અને કફ પણ તૂટશે. એટલે કે આ સુર્ય મુદ્રા થી ફક્ત કફ નહીં પરંતુ શરીરની અનેક સમસ્યા દૂર થશે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારી માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.
Source link