GUJARAT

Lakhtar તલવણીના રીઢા આરોપીને 6 માસ માટે 8 જિલ્લામાંથી હદપાર કરાયો

લખતર તાલુકાના તલવણી ગામના યુવાન સામે મારામારી અને દારૂના અનેક ગુના નોંધાયા હતા. ત્યારે પોલીસે આ શખ્સને હદપાર કરવા નાયબ કલેકટરમાં દરખાસ્ત કરી હતી.

જેમાં દરખાસ્ત મંજુર કરી નાયબ કલેકટરે આરોપીને 6 માસ માટે 8 જિલ્લામાંથી હદપારી કરવાનો હુકમ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રીઢા આરોપીઓ સામે પોલીસ હદપારી અને પાસાનું શસ્ત્ર ઉગામે છે. ત્યારે લખતર તાલુકાના તલવણી ગામના વીકી સાગરભાઈ ચોવીસીયા સામે દારૂ અને મારામારીના ગુના પોલીસ ચોપડે નોંધાયા હતા. આથી જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયાની સુચનાથી લખતર પીઆઈ વાય.પી. પટેલે આરોપીની વઢવાણ નાયબ કલેકટર એન.ડી. ધુળા સમક્ષ હદપારીની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત નાયબ કલેકટરે મંજુર કરી હતી. જેમાં આરોપી વીકી સાગરભાઈ ચોવીસીયાને સુરેન્દ્રનગર ઉપરાંત બોટાદ, રાજકોટ, અમદાવાદ, કચ્છ, મોરબી, પાટણ અને મહેસાણા સહિત 8 જિલ્લામાંથી 6 માસ માટે હદપારી કરવાનો હુકમ કરતાં વીકી ચોવીસીયાને ગાંધીનગર જિલ્લાની હદમાં છોડી મુકાયો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button