સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના બે ગોલની મદદથી પોર્ટુગલે પોલેન્ડને 5-1થી હરાવીને નેશન્સ લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. સ્કોટલેન્ડે ક્રોએશિયાને 1-0થી હરાવીને નવ મેચમાં પોતાનો પ્રથમ વિજય હાંસલ કરીને ટૂર્નામેન્ટના ટોચના સ્તરે સ્થાન જાળવી રાખવાની આશા જીવંત રાખી હતી.
બુચારેસ્ટ ખાતે રોમાનિયા અને કોસોવો વચ્ચેની મેચ ઇન્જરી ટાઇમ બાદ રોકવામાં આવી હતી અને ત્યારબાદ તેને ગોલરહિત ડ્રો જાહેર કરીને રદ કરવામાં આવી હતી. બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે મારામારી કરી હતી અને કોસોવોના ખેલાડીઓ મેદાન છોડીને જતા રહ્યા હતા.
ગ્રૂપ-એ 4મા પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકેલા સ્પેન કોપેનહેગાનમાં ડેનમાર્કને 2-1થી હરાવ્યું હતું. ફ્રાન્સ, ઇટાલી, જર્મની, સ્પેન તથા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે. પોર્ટુગલ માટે રોનાલ્ડોએ પેનલ્ટી કિક ઉપર પોતાનો 134મો ઇન્ટરનેશનલ ગોલ નોંધાવ્યો હતો અને ત્યારબાદ ઓવરહેડ કિક ઉપર સાઇક્લિંગ કિક દ્વારા ગોલ કરીને પોર્ટુગલ માટે પોતાના ગોલનો આંકડો 135 સુધી પહોંચાડી દીધો હતો. પોલેન્ડ આ પરાજય સાથે ક્વાર્ટર ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયું છે.
Source link