SPORTS

Sachin Tendulkarનો રેકોર્ડ તોડી શકશે જો રૂટ? ખુદ દિગ્ગજે કર્યો ખુલાસો

  • આ દિવસોમાં પોતાના બેટથી જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે જો રૂટ
  • રૂટે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં પોતાની કારકિર્દીમાં કુલ 34 સદી ફટકારી
  • મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની નજીક પહોંચ્યો

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો અનુભવી બેટ્સમેન જો રૂટ આ દિવસોમાં પોતાના બેટથી જબરદસ્ત પ્રદર્શન કરતો જોવા મળે છે. શ્રીલંકા સામે રમાઈ રહેલી ટેસ્ટ ક્રિકેટ સિરીઝની બીજી મેચમાં જો રૂટે બંને ઈનિંગ્સમાં સદી ફટકારીને ઘણી ચર્ચામાં છે. જો રૂટે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં પોતાની કારકિર્દીમાં કુલ 34 સદીની મદદથી 12377 રન બનાવ્યા છે.

જો રૂટ આ દિગ્ગજોને છોડશે પાછળ

જો રૂટ હવે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગ, દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન જેક કાલિસ, ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ અને કુમાર સંગાકારા જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડવા જઈ રહ્યો છે. આ સાથે જ તે ટીમ ઈન્ડિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયો છે.

સચિન તેંડુલકર સૌથી ઉપર

સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં 15291 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલ સૌથી વધુ રનનો આ રેકોર્ડ છે. જો રૂટ 12377 રન સાથે આ રેકોર્ડની નજીક પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડશે તો તેણે પોતાનો જવાબ આપ્યો.

જો રૂટે શું કહ્યું?

આ સવાલના જવાબમાં ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે કહ્યું કે તે કોઈ રેકોર્ડ જોઈ રહ્યો નથી. તે માત્ર સારું રમવા અને પોતાની ટીમમાં યોગદાન આપવા માંગે છે. સદી ફટકારવી એ એક સુખદ અનુભૂતિ છે, પરંતુ જો ટેસ્ટ ટીમ જીતે છે તો આનાથી મોટી કોઈ ખુશી નથી.

સચિન તેંડુલકર vs જો રૂટ

  • સચિન તેંડુલકર: કુલ ટેસ્ટ- 200, કુલ રન- 15291, એવરેજ- 50.90, સ્ટ્રાઈક રેટ- 56.99, સદી- 51, ફિફ્ટી- 68
  • જો રૂટ: કુલ ટેસ્ટ- 145, કુલ રન- 12377, એવરેજ- 53.79, સ્ટ્રાઈક રેટ- 54.08, સદી- 34, ફિફ્ટી- 64

આ દિગ્ગનો રેકોર્ડ તોડશે જો રૂટ

જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 12377 રન બનાવ્યા છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો સાતમો બેટ્સમેન છે. આ મામલે તેણે દિગ્ગજ ખેલાડી બ્રાયન લારા (11953)ને પાછળ છોડી દીધો છે. હવે તેની નજર કુમાર સંગાકારા (12400), એલિસ્ટર કૂક (12472), રાહુલ દ્રવિડ (13288), જેક કાલિસ (13289) અને રિકી પોન્ટિંગ (13378)ને પાછળ છોડી દેવા પર છે. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકર (15291)ના નામે છે. ભવિષ્યમાં જો રૂટ પણ આ રેકોર્ડ તોડી શકે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button