
સૈફ અલી ખાન પર થયેલા હુમલા પ્રકરણમાં નવો જ ખુલાસો થયો છે. ફેશિયલ રેક્ગનેશન રિપોર્ટ સામે આવી છે. આ રિપોર્ટ પરથી તપાસમાં પોલીસને નવી કડીઓ મળી શકે છે. સૈફ અલી ખાન પર થયેલા અટેક મામલે રોજ નવા નવા ખુલાસાઓ થતા હોય છે. અને તેમાં પણ આરોપીઓની ઓળખ, તેમની તપાસ ચર્ચાનો વિષય બનતો હોય છે. ફેશિયલ રેક્ગનેશન રિપોર્ટથી આરોપી કોણ છે તે મામલે વધુ તપાસ હાથ ધરાશે.
સૈફ હુમલા પ્રકરણમાં અપડેટ
બોલીવુડ અભિનેતા અને પટૌડી પરિવારના નવાબ સૈફ અલી ખાન પર તેમના જ નિવાસસ્થાને ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ તેઓ ગંભીરરીતે ઘાયલ થયા હતા. અને બાદમાં લીલાવતી હૉસ્પિટલમાં તેમની સારવાર કરાઇ હતી. આ તમામની વચ્ચે સૈફ અલી ખાન અને તેમના પરિવાર માટે સુરક્ષાનો સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. જો આવા દિગ્ગજને સુરક્ષા આપવામાં કચાશ જોવા મળે તો સામાન્ય માનવી કેવી રીતે સુરક્ષિત રહેશે તે પ્રશ્ન સૌ કોઇના મનમાં છે. હવે વાત કરીએ સૈફ અલી ખાન એટક કેસમાં આવેલા અપડેટની. આરોપી શહઝાદ મોહમ્મદની ફેશિયલ રેક્ગનેશન રિપોર્ટ પોઝિટીવ આવી છે. આરોપી શરીફુલનો ચહેરો અને સીસીટીવીમાં કેદ થયેલા શખ્સનો ચહેરો એકબીજા સાથે મળતો આવ્યો છે. આ એક જ શખ્સના ચહેરા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યુ છે. સીસીટીવીમાં સૈફ મામલે આરોપી શહઝાદના ચહેરા અંગે ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. આરોપીના વકીલે પણ પ્રશ્ન ઉભા કર્યા હતા. અને દાવો કર્યો હતો કે સીસીટીવીમાં દેખાતો શખ્સ શહઝાદ નથી. આ મામલે હવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શુ હતુ હુમલા પ્રકરણ ?
સૈફ અલી ખાન પર તેમના જ નિવાસસ્થાને ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેમના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને રિક્શાથી તેમને લીલાવતી હૉસ્પિટલ પહોંચાડ્યા હતા. અને તેમની સારવાર હાથ ધરાઇ હતી. આ ઘટના બાદ બોલીવુડ જગતમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. હાલ સૈફ સંપૂર્ણરીતે ઠીક છે અને પોલીસ તપાસમાં મદદ કરી રહ્યા છે.
Source link