
મોતના મુખમાંથી પ્રથમવાર પરત નથી ફર્યા નવાબ સૈફ અલી ખાન. અગાઉ પણ જીવન-મરણ વચ્ચે પસાર કર્યો છે સમય. 24 વર્ષ અગાઉ થયેલી એક દુર્ઘટનામાં 100 ટાકા લેવામાં આવ્યા હતા. શૂટિંગ સમયની આ વાત છે. ત્યારે સૈફ અલી ખાનને ગંભીર ઇજા થતાં તેનુ ઓપરેશન કરાયુ હતુ. વર્ષ 2000માં સૈફ સાથે ગંભીર અકસ્માત થયો હતો. ફિલ્મ ક્યા કહેનાના સેટ પર આ અકસ્માત સર્જાયો હતો. સારવાર દરમિયાન સૈફને 100 ટાકા લગાવવામાં આવ્યા હતા.
મોતને આપી હતી હાથ તાળી
ફિલ્મ ક્યા કહેનાના સેટ પર જ્યારે સૈફને મોટર સાયકલ ચલાવવાનો સીન શૂટ કરવાનો હતો. આ સીન માટે તેઓ રોજ પ્રેક્ટીસ કરતા હતા. પરંતુ જ્યારે સીન શૂટ કરવાનો હતો. ત્યારે જ આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ સીનમાં સૈફે પ્રીટી ઝિંટાને ઇમ્પ્રેસ કરવાનુ હતુ. પરંતુ અકસ્માતના કારણે તમામ શૂટીંગ બંધ રાખવી પડી હતી. આ ઘટના બાબતે સૈફે કરણ જોહરના ખાનગી શોમાં ખુલાસો કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, રોજ મોટર સાયકલ જંપની તેઓ પ્રેક્ટીસ કરતા હતા. આ સીનને શૂટ કરવા માટે તેઓ ખંડાલા ગયા હતા અને ત્યા વરસાદ પડી રહ્યો હતો. સૈફે વધુમાં કહ્યુ હતુ કે, પ્રીટીને ઇંમપ્રેસ કરવા માટે તેઓ પ્રથમવાર તો બધુ યોગ્ય રીતે શૂટ કર્યુ પણ બીજીવાર વધુ જોશ આવતા બાઇક સ્લીપ થઇ ગઇ હતી. અને તેઓ હવામાં ઉડ્યા હતો. ફિલ્ડ પર તેઓ 30 વખત ગબડીને પડ્યા હતા. અને રસ્તાની વચ્ચે પથ્થર હતો જેની સાથે તેઓ અથડાયા હતા. હૉસ્પિટલમાં ટાકા લાગ્યા બાદ ખબર પડી કે આ તેમની લાઇફનો સૌથી ખતરનાક અકસ્માત છે.
સૈફ અલી ખાનની સુરક્ષા કરાઇ સઘન
સૈફ અલી ખાનના નિવાસસ્થાને ચોરે કરેલા હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યાં તેઓએ ચોર સાથે બાથ ભીડીને પરિવારના સદસ્યોને બચાવ્યા હતા. તેમના પર ચાકુથી 6 વખત વાર કરવામાં આવ્યો હતો. અઠવાડિયુ હોસ્પિટલમાં રહ્યા બાદ અને સર્જરી તથા તબીબ સારવાર કર્યા બાદ હવે તેઓ સુરક્ષિત ઘરે પરત ફર્યા છે. ત્યારે ફરી આવો કોઇ હુમલો તેમના પર ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. અને હુમલાખોરને પકડીને તેના પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Source link