નવું વર્ષ 2025 શરૂ થઈ ગયું છે અને અભિનેતા અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મો એક પછી એક રિલીઝ કરવાની તૈયારી પણ કરી લીધી છે. લાંબા સમયથી અક્ષય કુમાર હિટ ફિલ્મની શોધમાં સતત ફિલ્મો રજૂ કરી રહ્યા છે. પરંતુ તેની શોધ હજુ પૂરી થઈ નથી.
અક્ષય કુમારની મોટા પડદા પર દબદબો જમાવવાની તૈયારીઓ
ત્યારે આ દરમિયાન નવા વર્ષની શરૂઆતમાં અક્ષય કુમારે મોટા પડદા પર દબદબો જમાવવાની તૈયારીઓ કરી લીધી છે. અભિનેતાની આગામી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ત્યારે જાણો કેવું છે ‘સ્કાય ફોર્સ’નું ટ્રેલર. ઐતિહાસિક હવાઈ હુમલા પર આધારિત એરિયલ એક્શન ફિલ્મ સ્કાય ફોર્સમાં અક્ષય કુમારની સાથે વીર પહાડિયા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વીર પહાડિયા આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તે સારા અલી ખાન સાથે પણ સ્ક્રીન શેર કરતી જોવા મળશે, જે તેની પત્નીની ભૂમિકા નિભાવતી જોવા મળશે. એક સમય હતો જ્યારે સારા અલી ખાન અને વીર પહાડિયા એકબીજાને ડેટ કરતા હતા. જોકે હવે બંને સારા મિત્રો છે.
<a href="
==” target=”_blank”>
==
સ્કાય ફોર્સનું પાવરફુલ ટ્રેલર
સ્કાય ફોર્સનું ટ્રેલર વૉઈસઓવરથી શરૂ થાય છે, જેમાં પાકિસ્તાન ભારતને પડકાર ફેંકતું જોવા મળે છે. આ પછી તરત જ હવાઈ હુમલા અને વિસ્ફોટ થતા જોવા મળે છે. અક્ષય કુમાર અને વીર પહાડિયા આગળના દ્રશ્યમાં પ્રવેશ કરે છે. જેઓ હુમલાથી ભાગી રહ્યા છે. સ્કાય ફોર્સના ટ્રેલરમાં ઘણા દમદાર ડાયલોગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અક્ષય કુમાર એવું કહેતા સાંભળવા મળે છે કે પડોશીઓને કહેવું પડશે કે અમે પણ ઘૂસીને મારી શકીએ છીએ. વિચારો બદલવા પડશે.
શું છે ફિલ્મની સ્ટોરી?
સ્કાય ફોર્સની સ્ટોરી વિશે વાત કરીએ તો, તે પાકિસ્તાનના સરગોધા એરબેઝ પર ભારત દ્વારા જવાબી હુમલા પર આધારિત છે. 1965માં ભારત અને પાકિસ્તાની વાયુ સેના વચ્ચે અથડામણ થઈ હતી. 6 સપ્ટેમ્બરે પાકિસ્તાને પઠાણકોટ અને હલવારા એરબેઝ પર હુમલો કર્યો, ત્યારબાદ ભારતીય વાયુસેનાએ સરગોધા પર હુમલો કર્યો. તે સમયે સરગોધા એશિયાના સૌથી મજબૂત એરબેઝમાંનું એક માનવામાં આવતું હતું. આ પછી ભારતીય પાયલોટે બીજા દિવસે હુમલો કર્યો અને પાકિસ્તાનના સૌથી સુરક્ષિત એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું. ફેન્સને આ ફિલ્મનું ટ્રેલર ખુબ જ પસંદ આવી રહ્યું છે.