વર્ષ 2024માં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલેબ્સની લિસ્ટ બહાર આવ્યું છે. આ લિસ્ટમાં બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનનું નામ ટોપ પર છે. થલાપતિ વિજય બીજા સ્થાને છે. ક્રિકેટર વિરાટ કોહલીનું નામ પણ ટોપ 10ની લિસ્ટમાં છે. તમને જણાવી દઈએ કે આ સેલેબ્સે નાણાકીય વર્ષ 2024માં કેટલો ટેક્સ ચૂકવ્યો છે.
ટોપના 3 સેલેબ્સ જે ચૂકવે છે સૌથી વધુ ટેક્સ
ફોર્ચ્યુન ઈન્ડિયાના રિપોર્ટ મુજબ શાહરૂખ ખાને નાણાકીય વર્ષ 2024માં 92 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. શાહરૂખ બાદ આ લિસ્ટમાં સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયનું નામ છે. તમિલ સુપરસ્ટારે 80 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. જ્યારે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને સલમાન ખાન છે અને તેણે 75 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.
વિરાટ કોહલીએ આટલો ટેક્સ ચૂકવ્યો
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ચર્ચામાં છે. ‘કલ્કિ 2898 એડી’માં તેમનું કામ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, અમિતાભે નાણાકીય વર્ષ 2024માં 71 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. જ્યારે ક્રિકેટર વિરાટ કોહલી 66 કરોડનો ટેક્સ ભરીને આ લિસ્ટમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે.
રિતિક રોશનનું નામ પણ ટોપ 10માં છે
આ લિસ્ટમાં વિરાટ કોહલીએ 66 કરોડ, એમએસ ધોનીએ 38 કરોડ અને સચિન તેંડુલકરે 28 કરોડ ટેક્સ ચૂકવ્યો છે, આ લિસ્ટમાં ટોપ 10માં આ ક્રિકેટર પોતાનું સ્થાન બનાવી શક્યા છે. અન્ય રમતના ખેલાડીઓના નામ ટોપ 20માં છે. જ્યારે ‘ફાઈટર’ એક્ટર રિતિક રોશન 28 કરોડનો ટેક્સ ચૂકવીને આ લિસ્ટમાં 10માં સ્થાને છે.
Source link