
શેર બજાર પર બજેટની અસર જોવા મળી છે. બજેટ બાદ શેર બજારમાં કડાકો થતા સેંસેક્સમાં 500 પોઇંટથી વધુનો કડાકો જોવા મળ્યો છે. તો નિફ્ટી લગભગ 200 અંક નીચે ગગડ્યો છે. દેશનું આર્થિક બજેટ રજુ થયા બાદ આજે નિફ્ટી અને સેંસેક્સમાં ઉથલ-પાથલ થઇ છે. શેર બજાર ખુલતાની સાથે તૂટયુ છે. BSE Sensex ખુલતાની સાથે 700 પોઇંટ સુધી તૂટ્યુ છે. તો NSE Nifty પણ 200 પોઇંટથી નીચે પટકાયુ છે.
મિનિટોમાં જ 700 પોઇંટનો કડાકો
BSE Sensex બજેટના દિવસે 77,505.96ની તુલનામાં 77,063.94ના સ્તરે ખુલ્યુ છે. અને માત્ર ગણતરીના મિનીટોમાં જ ઇંડેક્સ 700 પોઇંટથી સરકીને 76,774.05ના સ્તરે જોવા મળ્યુ હતુ. સેંસેક્સની જેમ નિફ્ટીએ પણ ખુલતાની સાથે રોકાણકારોને નારાજ કર્યા હતા. મોટી સંખ્યામાં કડાકા બાદ NSE Niftyએ 23,482.15ની તુલનામાં 23,319ના સ્તરે ખુલ્યુ હતુ. અને બાદમાં 220 પોઇંટથી તૂટીને 23,239.15 પર આવ્યુ હતુ.
1678 શેયર લાલ નિશાન પર ખુલ્યા
નબળા ગ્લોબલ સંકેતોની વચ્ચે આજે શેર માર્કેટની શરૂઆત ખરાબ થઇ છે. અમેરિકા સહિત તમામ એશિયાઇ બજારો અને Gift Niftyમાં જોરદાર કડાકો થયો છે. Share Marketમાં 1678 કંપનીઓના શેયર લાલ નિશાન પર ખુલ્યા તો 875 શેયર ગ્રીન ઝોનમાં શરૂ થયા હતા.
તો આ તરફ, ડોલર સામે રૂપિયામાં પણ ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. અમેરિકા તરફથી ટૈરિફ વધાર્યા બાદની આશંકાને જોતા રૂપિયો તળિયે ગયો છે. અને તે ડોલરના મુકાબલે રૂપિયામાં 42 પૈસાનો કડાકો જોવા મળ્યો છે. ભારતીય રૂપિયાનું આ સ્તર પ્રથમવાર જોવા મળ્યુ છે.