કારોબારી સપ્તાહના અંતિમ દિવસ એટલે કે શુક્રવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સવારે માર્કેટ ખુલતા જ લાલ નિશાનમાં જોવા મળ્યુ હતું ત્યારે બપોરે 3.30 કલાકે પણ શેરબજારમાં સ્થિતિ ડામાડોળ જ જોવા મળી હતી. સેન્સેક્સ 784.00 પોઇન્ટના ઘટાડા સાથે 79,159 અંક પર બંધ થયુ જ્યારે નિફ્ટી 201.45 પોઇન્ટના ઘટાડા સાથે 23,987 અંક પર બંધ થયું હતું. રોકાણકારોની નજર હવે આવતા સપ્તાહે શરૂ થનારા કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો અને અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા પર છે. આ કારણે રોકાણકારો સાવધાની સાથે વેપાર કરવા માંગે છે.
સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ
શુક્રવાર (3 જાન્યુઆરી)ના રોજ 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 80 હજારથી ઉપર ખુલ્યો હતો પરંતુ થોડા જ સમયમાં લાલ નિશાનમાં સરકી ગયો હતો. બપોરે 1 વાગ્યે સેન્સેક્સ 493.07 પોઈન્ટ અથવા 0.62% ઘટીને 79,450.64 પર ટ્રેડ કરી રહ્યો હતો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ નજીવા વધારા સાથે ખુલ્યો હતો પરંતુ તે ખુલતાની સાથે જ ઘટાડા તરફ ગયો હતો. બપોરે 1 વાગ્યે, નિફ્ટી 151.30 પોઈન્ટ અથવા 0.63% ઘટીને 24,037.35 પર ટ્રેડ કરી રહ્યો હતો.
ટોપ ગેનર
સેન્સેક્સ કંપનીઓમાં ટેક મહિન્દ્રા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઈન્ફોસિસ, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા અને એચડીએફસી બેંક મોટી ખોટમાં હતા.
ટોપ લુઝર
બીજી તરફ ટાઈટન, મારુતિ, ટાટા મોટર્સ, નેસ્લે, અલ્ટ્રા સિમેન્ટ, ટાટા સ્ટીલ અને અદાણી પોર્ટ્સના શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
Source link