
સામાન્ય બજેટ પહેલા બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો અને સેન્સેક્સ, નિફ્ટી લગભગ 1% ના વધારા સાથે બંધ થયા. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં સારો ઉછાળો જોવા મળ્યો જ્યારે BSEના તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં હતા. FMCG, રિયલ્ટી અને ઓટો શેરોમાં ખરીદી જોવા મળી. બેંકિંગ, મેટલ ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયા.. બપોરે 3.30 કલાકે માર્કેટ બંધ થતા સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં જોવા મળ્યા હતા. સેન્સેક્સ 740 પોઇન્ટના ઉછાળા સાથે 77,500 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી 258 પોઇન્ટના ઉછાળા સાથે 23,508 અંકે બંધ થયો.
ટોપ લુઝર અને ટોપ ગેનર
નિફ્ટીમાં ટાટા કન્ઝ્યુમર, ટ્રેન્ટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, નેસ્લે ઇન્ડિયા, એલ એન્ડ ટી ટોચના ફાયદાકારક શેર રહ્યા. જ્યારે ભારતી એરટેલ, ICICI બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, JSW સ્ટીલ નિફ્ટીના સૌથી વધુ ઘટાડાવાળા શેર હતા.
બધા ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, પીએસયુ, રિયલ્ટી અને એફએમસીજી ઇન્ડેક્સ 2 ટકાના વધારા સાથે બંધ થયા. બીજી તરફ, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 4 ટકા વધ્યો.