કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરમાર્કેટ લીલા નિશાન સાથે ઓપન થયા બાદ લાલ નિશાન પર આવી ગયુ હતું. ત્યારે બપોરે 3.30 કલાકે માર્કેટ ક્લોઝિંગ દરમિયાન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. સેન્સેક્સ 56.74 પોઇન્ટના ઘટાડા સાથે 81,669 પોઇન્ટ પર બંધ થયુ હતું જ્યારે નિફ્ટી 30.60 પોઇન્ટના ઘટાડા સાથે 24,669 પોઇન્ટ પર બંધ થયો હતો.
નજીવા ઘટાડા સાથે માર્કેટ બંધ
આરબીઆઈની ક્રેડિટ પોલિસી બાદ બજાર મર્યાદિત રેન્જમાં જોવા મળ્યું હતું. સેન્સેક્સ, નિફ્ટી મામૂલી ઘટાડા સાથે બંધ થયા. મિડકેપ અને મેટલ શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. આઈટી અને મીડિયા સિવાય તમામ સેક્ટર ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. મેટલ, એફએમસીજી, ટેલિકોમ, પીએસયુ બેન્ક ઈન્ડેક્સ 0.3-1 ટકાના વધારા સાથે બંધ થયા છે. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.3 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.6 ટકાના વધારા સાથે બંધ થયા છે.
Source link