મંગળવારે બપોરે 3.30 કલાકે શેરમાર્કેટ મિશ્ર પ્રતિસાદ સાથે બંધ થયુ હતું. સેન્સેક્સ 109 પોઇન્ટના ઘટાડા સાથે 78,139 અંક પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી લીલા નિશાનમાં 23 પોઇન્ટના વધારા સાથે 23,668 અંકે બંધ થયુ હતું.
અંતિમ દિવસે માર્કેટ ઘટાડા સાથે બંધ
શેર બજાર વર્ષના અંતિમ દિવસે બજાર સપાટ બંધ રહ્યું હતું. પીએસઈ, ઓઈલ-ગેસ, એનર્જી શેરોમાં ખરીદી જોવા મળી હતી. ફાર્મા, મેટલ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા. આઈટી, રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સના 30માંથી 16 શેરોમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીના 50માંથી 26 શેરોમાં વધારો જોવા મળ્યો હતો. તે જ સમયે, નિફ્ટી બેંકના 12માંથી 8 શેરમાં વધારો જોવા મળ્યો હતો.
ટોપ લુઝર્સ
સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં ટેક મહિન્દ્રા, ઝોમેટો, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને એચસીએલ ટેક્નોલોજીસ શેર્સ લાલ નિશાનમાં બંધ થયા.
ટોપ ગેનર્સ
બીજી તરફ કોટક મહિન્દ્રા બેંક, આઈટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટાટા મોટર્સના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા.
આ વર્ષે અત્યાર સુધીમાં નિફ્ટી અને સેન્સેક્સમાં લગભગ 8%નો વધારો થયો છે. આ 2023માં લગભગ 20%ના ઉછાળા કરતાં ઘણું ઓછું છે. કોર્પોરેટ કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામો અને છેલ્લા ક્વાર્ટરમાં સતત વિદેશી વેચાણની અસર બજાર પર પડી છે.
મંગળવારે (31 ડિસેમ્બર) ના રોજ 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 250 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો હતો. કારોબાર દરમિયાન તે 1100 થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. જો કે, દિવસના મોટા ઘટાડામાંથી રિકવર થતાં સેન્સેક્સ છેલ્લે 109.12 પોઈન્ટ અથવા 0.14% ઘટીને 78,139.01 પર બંધ થયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 50 તેના અગાઉના બંધ ભાવે લગભગ ફ્લેટ રહ્યો હતો અને 0.10 પોઈન્ટ ઘટીને 23,644.80 પર બંધ રહ્યો હતો.
Source link