2025ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. મિડકેપ, સ્મોલકેપ સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા છે. ઓટો, એનર્જી શેરોમાં તેજી રહી હતી જ્યારે રિયલ્ટી અને મેટલ શેરો દબાણ હેઠળ રહ્યા હતા. કારોબારી સપ્તાહનો ત્રીજો દિવસ અને નવા વર્ષના પ્રથમ દિવસે શેર બજાર તેજી સાથે બંધ થયુ હતુ. બપોરે 3.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ 368 પોઇન્ટના વધારા સાથે 78,507 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી 98.10 પોઇન્ટના વધારા સાથે 23,742 અંક પર બંધ થયો હતો.
ટોપ ગેનર અને ટોપ લુઝર
મારુતિ સુઝુકી, M&M, બજાજ ફાઇનાન્સ, L&T, IndusInd Bank નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. જ્યારે ડૉ.રેડ્ડીઝ લેબ્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટ્રેન્ટ, ઓએનજીસી, ટાટા સ્ટીલ નિફ્ટીમાં ટોપ લુઝર હતા. રિયલ્ટી અને મેટલ સિવાય તમામ સેક્ટર ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. ઓટો અને કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે BSE મિડકેપ ઈન્ડેક્સ 0.4 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે બંધ થયા છે.
Source link