
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની નબળી શરૂઆત થઇ છે. શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો છે. સવારે 9.30 કલાકે માર્કેટ ઓપનિંગમાં જોઇએ તો, સેન્સેક્સ 400 પોઇન્ટના ઘટાડા સાથે 75,789.97 અંકે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 124.95 પોઇન્ટના ઘટાડા સાથે 22,967 અંકે ખૂલ્યો હતો.
1 ફેબ્રુઆરીએ બજેટ
વૈશ્વિક બજારોમાં ઘટાડા વચ્ચે સ્થાનિક શેરબજાર સોમવારે અઠવાડિયાના પહેલા દિવસે મોટા ઘટાડા સાથે ખુલ્યું હતુ. આ પહેલા ભારતીય શેરબજાર સતત ત્રીજા સપ્તાહે ઘટાડા સાથે બંધ થયું હતું. આ અઠવાડિયાના અંતે બજેટ રજૂ થવા છતાં, બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય બજેટ 2025 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે.
બજારનો અસ્થિર મૂડ
શેરબજારમાં આજે મોટા ઘટાડા સાથે, નિફ્ટી50 તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી લગભગ 13 ટકા નીચે આવી ગયો છે. જ્યારે, બીએસઈ સેન્સેક્સ પણ તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી લગભગ 12 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. પાછલા સત્રમાં, સેન્સેક્સ 329.92 પોઈન્ટ (0.43%) ઘટીને 76,190.46 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી50 113.15 પોઈન્ટ (0.49%) ઘટીને 23,092.20 પર બંધ થયો. બજેટ નજીક આવતાં બજારનો મૂડ અસ્થિર બની શકે છે, પરંતુ રોકાણકારો આર્થિક સુધારા અને ત્રીજા ક્વાર્ટરના પરિણામો સંબંધિત મુખ્ય સંકેતોની રાહ જોશે.
Source link