ઑક્ટોબર મહિનાની શરૂઆત અને સપ્તાહના બીજા દિવસે શેર માર્કેટમાં તેજી જોવા મળી છે. સવારે માર્કેટ ખૂલતા 9.30 કલાકની સ્થિતિની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા છે. સવારે 9.30 કલાકે શેર માર્કેટની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ 84,502 અંક પર 203 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 25,849 અંક સાથે 38.50 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યુ હતું.
પ્રિ-ઓપનમાં માર્કેટમાં ઘટાડો
BSE સેન્સેક્સ 39 અંકોના ઘટાડા સાથે 84260 ના સ્તર પર અને NSE નિફ્ટી 22.40 અંકોની નબળાઈ સાથે 25788 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
BSEની માર્કેટ મૂડીમાં ઉછાળો આવ્યો
BSEની માર્કેટ મૂડી 475 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે અને તેમાં આજે સારો વધારો જોવા મળી રહ્યો છે. BSE પર આજે 3189 શેરોમાં વેપાર જોવા મળી રહ્યો છે, જેમાંથી 2072 શેર વધી રહ્યા છે અને 986 શેર ઘટી રહ્યા છે. 131 શેર કોઈપણ ફેરફાર વિના છે.
Source link