રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ બોર્ડ આજે કંપનીના છઠ્ઠા બોનસ શેર ઈશ્યૂ પર નિર્ણય કરવા જઈ રહી છે. જે વર્ષ-2017 પછી પ્રથમ છે. મુકેશ અંબાણીની આગેવાની ધરાવતી કંપનીએ 1:1ના ગુણોત્તરમાં બોનસ શેર જાહેર કરવાનો ઠરાવ આપ્યો છે. કારણ કે, ગત કેટલાક વર્ષોમાં આ શેરે સારું રિટર્ન આપ્યું અને આ ત્રણ હજાર રૂપિયાના સ્તરથી ઉપર કારોબાર કરી રહ્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર વર્ષ-2024માં અત્યાર સુધી 17 ટકાની ઉપર છે. જ્યારે આ પીરિયડમાં બીએસઈ સેન્સેક્સમાં 14 ટકાનો વધારો થયો છે. આઠમી જુલાઈએ આરઆઈએલના શેર 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરે 3,217.90 રૂપિયાના સ્પર્શ્યા છે. તાજેતરની વૃદ્ધિ પછી વિશ્લેશક શએર પર તટસ્થ અને પોઝિટિવ છે.
અગાઉ RILના શેરના આ ભાવ હતા
RILનું છેલ્લો બોનસ ઈશ્યૂ વર્ષ-2017માં આવ્યો હતો અને ત્યારથી આ શેર 318 ટકા ઉછળીને બુધવારે 3,029.80 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયો છે, જે સપ્ટેમ્બર 2017ના રોજ 725.65 રૂપિયાના સ્તરે હતો. જે દિવસે આ 1:1 ઈશ્યૂ માટે એક્સ ડેટ થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાના વર્ષ-2009ના ઈશ્યૂ માટે આ પ્રકારના બોનસ શેર ગુણોત્તરની જાહેરાત કરી હતી. વર્ષ-1983 બોનસ શેર 6:10 ગુણોત્તરમાં અને 1980 3:5 ગુણોત્તરમાં આપવામાં આવ્યા છે.
આટલા રૂપિયા સુધી જઈ શકે છે રિલાયન્સના શેર
એક રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતની થીમ છે એવું કહેવાયું હતું. જ્યાં છૂટક અને દૂરસંચાર વિકાસને ગતિ આપશે. ટેરિફ વધારા પછી રિલાયન્સ જિયોને અપાયેલા ઉચ્ચ મૂલ્યાંકનને લીધે આરઆઈએલ માટે પોતાનું ટાર્ગેટ વધારીને 3440 રૂપિયા કર્યું છે. મોર્ગન સ્ટેનલીના શેર 3416 રૂપિયા પર દેખાઈ રહ્યા છે.