ગાંધીનગરમાં મંત્રીઓની ચેમ્બરમાં ચોંકાવનારા ચાના બિલ સામે આવ્યા છે. જેમાં 3 વર્ષમાં ચા પાણીનો ખર્ચ રૂ. 420 લાખ થયો છે. મંત્રીઓ સપ્તાહમાં માંડ અઢી દિવસ ચેમ્બરમાં બેસે છે. વિપક્ષના ધારાસભ્યએ માંગેલી માહિતીમાં ઘટસ્ફોટ થયો છે. તેમાં મંત્રીઓના મદદનીશ, અંગત સચિવના હવાલે ચેમ્બરો છે.નાસ્તા અને ભોજનના ચોંકવનારા આંકડા સામે આવ્યા છે.
14 વિભાગોના ખાતામાં ઉધારેલા રૂપિયાનો તાળો નથી
14 વિભાગોના ખાતામાં ઉધારેલા રૂપિયાનો તાળો નથી. જેમાં મંત્રીઓના ચેમ્બરમાં પ્રજાના પૈસાનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે. તેમજ આ માહિતી પણ જાણવી જરૂરી છે. જેમાં લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બનેલા નેતાઓને સેલરી તરીકે 1 લાખ રૂપિયા મહિનાનો પગાર મળે છે. દર પાંચ વર્ષમાં તેમના એલાઉન્સમાં વધારો કરવામાં આવે છે. સેલરી ઉપરાંત સાંસદોને દૈનિક ભથ્થા મળે છે. જેમાં દર પાંચ વર્ષમાં વધારો થાય છે. સાંસદોને સંસદ સત્ર, સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે 2000 રૂપિયાનું દૈનિક ભથ્થું, રોડ યાત્રા માટે 16 રૂપિયા પ્રતિ કિલોમીટર ટ્રાવેલ એલાઉન્સ પણ મળે છે.
સાંસદોને તેમના સંસદીય ક્ષેત્ર માટે 45,000 રૂપિયા મળે છે
સાંસદોને તેમના સંસદીય ક્ષેત્ર માટે 45,000 રૂપિયા અને ઓફિસ ખર્ચ માટે દર મહિને 45,000 રૂપિયાનું ભથ્થું મળે છે. નિવૃત્તિ પછી, સાંસદોને પેન્શન તરીકે દર મહિને રૂપિયા મળે છે. આ ઉપરાંત સરકારી મકાનો અને રહેઠાણો પણ ઉપલબ્ધ છે. વીજળી અને ટેલિફોન ખર્ચ પણ આવરી લેવામાં આવે છે. પગાર ઉપરાંત કેબિનેટ મંત્રીઓને ભથ્થા અને સરકારી સુવિધાઓ મળે છે.
કેબિનેટ મંત્રીઓને 1 લાખ રૂપિયાનો પગાર, ભથ્થા અને અન્ય સુવિધાઓ મળે છે
કેબિનેટ મંત્રીઓને 1 લાખ રૂપિયાનો પગાર, ભથ્થા અને અન્ય સુવિધાઓ મળે છે. સરકારી આવાસ, સરકારી વાહન, ઓફિસ સ્ટાફ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. પગાર ઉપરાંત તેમને દિલ્હીમાં સરકારી આવાસ, મુસાફરી ભથ્થું, કાર, ડ્રાઈવર, આરોગ્ય સુવિધાઓ અને સુરક્ષા મળે છે. સ્ટેશનરી અને ટપાલ માટે 15,000 રૂપિયા પણ ઉપલબ્ધ છે. સાંસદ સિવાય તેમના પરિવારને મફત તબીબી સુવિધાઓ, ટ્રેન અને ફ્લાઈટ્સમાં મફત ટિકિટ (લિમિટ નક્કી છે) મળે છે.
Source link