સિક્કિમમાં એક મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. સેનાનું એક વાહન અકસ્માતનો ભોગ બન્યું. વાત એમ હતી કે જ્યારે સેનાનું વાહન પશ્ચિમ બંગાળના પેડોંગથી સિક્કિમના પાકયોંગ જિલ્લામાં જઇ રહ્યુ હતું તે દરમિયાન ખીણમાં ખાબક્યુ. વાહનમાં સવાર 4 જવાનોએ જીવ ગુમાવ્યો છે.
વાહન ખીણમાં કેવી રીતે ખાબક્યું ?
આ અંગે માહિતી મળતા જ સેનાના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ ઘટનાને પગલે રેસક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે. કયા કારણોસર સેનાનું વાહન ખીણમાં પડ્યુ તે જાણી શકાયુ નથી.
4 જવાનોના મોત
અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય સેનાના ચાર જવાનો ગુરુવારે પશ્ચિમ બંગાળના પેડોંગથી સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં સિલ્ટ માર્ગથી જુલુક જઈ રહ્યા હતા. તે જ સમયે રેંક રોંગલી સ્ટેટ હાઈવે પર દલોપચંદ દારા પાસે સેનાનું એક વાહન લગભગ 700 થી 800 ફૂટ સુધી ખીણમાં પડ્યુ હતું. આ દુર્ઘટનામાં JCO સહિત ચાર જવાનોના મોત થયા છે.
વાહનમાં કોણ હતું સવાર
મૃતકોમાં મધ્યપ્રદેશના ડ્રાઈવર પ્રદીપ પટેલ, મણિપુરના શિલ્પકાર ડબલ્યુ પીટર, હરિયાણાના નાઈક ગુરસેવ સિંહ અને તમિલનાડુના સુબેદાર કે થંગાપાંડીનો સમાવેશ થાય છે. ડ્રાઈવર સહિત તમામ મૃતક સેનાના જવાનો પશ્ચિમ બંગાળના બીનાગુરીમાં એક યુનિટમાં તૈનાત હતા.
Source link