મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે બુલિયન માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. રોકાણકારોની સક્રિય ખરીદીના કારણે ચાંદીના ભાવમાં મજબૂત તેજી નોંધાઈ છે, જ્યારે સોનામાં ઊંચા સ્તરે નફાવસૂલી થવાથી હળવો ઘટાડો જોવા મળ્યો છે.
MCX પર 06 માર્ચ 2026 વાયદાની ચાંદી અગાઉના સત્રમાં ₹2,58,811 પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી. આજે ચાંદી ₹2,57,599 પર ખુલ્યા બાદ મજબૂત ખરીદીના ટેકે તેજી સાથે આગળ વધી. રિપોર્ટ લખાતી વેળાએ ચાંદી ₹546ના વધારા સાથે ₹2,59,357 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. સત્ર દરમિયાન ચાંદીએ ₹2,59,692ની ઊંચી સપાટી પણ સ્પર્શી હતી.
બીજી તરફ, 06 ફેબ્રુઆરી 2026 વાયદાનું સોનું નરમાઈ સાથે ટ્રેડ થયું. અગાઉના સત્રમાં ₹1,39,083 પ્રતિ 10 ગ્રામ પર બંધ રહેલું સોનું આજે ₹1,39,140 પર ખુલ્યું હતું, પરંતુ નફાવસૂલીના દબાણને કારણે ભાવ ઘટ્યા. રિપોર્ટ સમયે સોનું ₹178ના ઘટાડા સાથે ₹1,38,905 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. દિવસ દરમિયાન સોનાએ ₹1,38,642ની નીચલી સપાટી પણ બનાવી હતી.
બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ચાંદીમાં ઔદ્યોગિક માંગ અને ભાવની ગતિને ધ્યાનમાં રાખીને રોકાણકારો ખરીદી કરી રહ્યા છે, જ્યારે સોનામાં ઊંચા ભાવ પર પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. આવનારા દિવસોમાં વૈશ્વિક આર્થિક આંકડા, ડોલરની ચાલ અને વ્યાજદર સંબંધિત સંકેતો બુલિયન માર્કેટની દિશા નક્કી કરશે


Leave a Comment