SMS Scam Alert: TRAIએ બતાવી અસલી અને નકલી મેસેજ ઓળખવાની રીત, P-S-T-G હેડરથી બચી શકો છો ઠગાઈથી

by

Thenewsdk

Updated: 22-12-2025, 09.08 AM

Follow us:

SMS Scam Protection Tips: સાઇબર ઠગાઈના વધતા કેસો વચ્ચે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે. TRAIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, દરેક SMS અસલી નથી હોતો અને નકલી મેસેજથી બચવા માટે SMSના હેડર પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

  • SMS હેડરથી ઓળખો અસલી મેસેજ

TRAI મુજબ, અસલી મેસેજના હેડરના અંતમાં P, S, T અથવા G જેવા શબ્દો જોવા મળે છે.

P – Promotional (પ્રમોશનલ)

S – Service (સર્વિસ સંબંધિત)

T – Transactional (ટ્રાન્ઝેક્શન)

G – Government (સરકારી મેસેજ)

જો આમાંથી કોઈ પણ હેડર ન હોય, તો તે મેસેજ શંકાસ્પદ હોઈ શકે છે.

  • સાઇબર ઠગો કેવી રીતે ફસાવે છે?

સાયબર ગુનેગાર લોકો પાસેથી પૈસા પડાવવા માટે ઇમરજન્સી બતાવતા નકલી SMS મોકલે છે, જેમ કે—

“તમારા રિવોર્ડ્સ આજે જ સમાપ્ત થઈ રહ્યા છે”

“તમારું ATM કાર્ડ બ્લોક થવા જઈ રહ્યું છે”

“આજે જ KYC અપડેટ કરો”

“તમે ₹10 લાખની લોટરી જીતી છે”

“તમારું પાર્સલ ડિલિવરી માટે તૈયાર છે”

આ મેસેજમાં આપવામાં આવેલી લિંક તમને નકલી વેબસાઇટ પર લઈ જાય છે, જ્યાં બેંક ડિટેલ્સ, OTP, PIN અથવા CVV નંબર માંગવામાં આવે છે.

  • ઇમરજન્સી બતાવી લોકો પર દબાણ

ઠગો મેસેજ અથવા કોલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા કહે છે. લોકો ગભરાઈને OTP શેર કરી દે છે અને થોડી જ મિનિટોમાં બેંક અકાઉન્ટ ખાલી થઈ જાય છે. બેંકો અને સાઇબર એક્સપર્ટ્સ સ્પષ્ટ સલાહ આપે છે કે ક્યારેય પણ OTP શેર ન કરો.

  • સાઇબર ઠગાઈથી બચવા માટે શું કરવું?

અજાણ્યા નંબરના SMS પર ક્લિક ન કરો

OTP, PIN, CVV કોઈ સાથે શેર ન કરો

મેસેજના હેડરમાં P, S, T, G તપાસો

શંકાસ્પદ લિંક તરત ડિલીટ કરો

ફ્રોડ થયો હોય તો તરત બેંક અને સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ કરો

સાવધાની જ સલામતી છે. એક ક્ષણની બેદરકારી તમને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.