- રાજપર સીમમાં 6 ખેતરોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો
- ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે 7 શખ્સોને રૂપિયા 1,01,600ની મતા સાથે ઝડપી લીધા
- પોલીસે અજાણ્યા શખ્સો સામે રૂપીયા 90 હજારના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધી હતી.
ધ્રાંગધ્રાના મયુરનગરમાં રહેતા અને રાજપરની સીમમાં ખેતર ધરાવતા મેરૂભાઈ કરશનભાઈ કાટોડીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તા. 31ના રોજ તેઓ ખેતરે આંટો મારવા ગયા ત્યારે વીજ ટીસી નીચે પડેલ હતુ. અને તેમાંથી ઓઈલ ઢોળાયેલુ હતુ અને બોલ્ટ ખોલી કોઈ કોયલ અને વાયર ચોરી કરી લઈ ગયા હતા.
જયારે તપાસ કરતા આસપાસમાં આવેલ કાળુભાઈ બાદરભાઈ ઠાકોર, જામાભાઈ ગોવિંદભાઈ ભરવાડ, પ્રવીણભાઈ નારણભાઈ રબારી, રાજેન્દ્રસીંહ રવુભા જાડેજાના ખેતરોમાંથી પણ આ જ મોડેસ ઓપરેન્ડીથી ચોરી થઈ હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે રૂપીયા 90 હજારના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધી હતી. જેમાં ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઈ કે.એચ.ઝણકાત સહિતના સ્ટાફને બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં પોલીસે ધ્રાંગધ્રાના મહેન્દ્ર ઉર્ફે ડટ્ટો રમણીકભાઈ તાજપરીયા, ગોવિંદ ઉર્ફે નાનો જશુભાઈ ધ્રાંગધરીયા, સોહીલ ઉર્ફે બુચીયો જશુભાઈ ધ્રાંગધરીયા, મોહીત ઉર્ફે મફો જશુભાઈ ધ્રાંગધરીયા, અક્ષય ઉર્ફે ભુવાજી અરવિંદભાઈ ચોરસીયા, સબીર ઉર્ફે સબલો અકરમભાઈ સંધી અને વિરમ ગાંડાજી ડેડણીયાને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી રૂપીયા 5 હજારનું બાઈક, રૂપીયા 10 હજારની રિક્ષા, રૂપીયા 4 હજારના 4 મોબાઈલ, 38 કિલો કોપર વાયર કિંમત રૂપીયા 26,600, 80 કિલો કોયલના કટકા કિંમત રૂપીયા 56 હજાર મળી કુલ રૂપીયા 1,01,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Source link