સાઉથ સિનેમાના એક્શન હીરો અજીત કુમાર રિયલ લાઈફમાં રેસિંગના શોખીન છે. હાલ તેઓ દુબઈમાં છે. દુબઈમાં યોજાનારી 24 કલાકની રેસમાં ભાગ લેવા આવ્યા હતા.. આ રેસનું નામ 24H દુબઈ 2025 છે. પરંતુ મંગળવારે રેસ પ્રેક્ટિસ દરમિયાન અજીત કુમારની કારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યુ છે.
અજિતની કારને અકસ્માત
રેસિંગ પ્રેક્ટિસ માટે અજીત કુમારની કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં જોઇ શકાય છે કે કારે સંતુલન ગુમાવી દીઝુ અને જેને કારણે તે બેરિયર સાથે અથડાઇ અને કારના કૂરચે કૂરચા ઉડી ગયા. જો કે સદનસીબે અજિત કુમાર માંડ માંડ બચી જવા પામ્યા હતા. વીડિયોમાં જોઇ શકાય છે કે કાર કેવી ગોળ ગોળ ફરી રહી છે. કારની આગળનો ભાગ સંપૂર્ણ તૂટી જવા પામ્યો છે. જે બાદ ટ્રેક પર હાજર લોકો મદદે દોડી આવે છે. અજિત કુમારને કારમાંથી બહાર કાઢતા જોવા મળી રહ્યા છે.
દુબઇમાં છે અજિત કુમાર
અજીત કુમાર 24H દુબઈ 2025 કાર રેસિંગમાં ભાગ લેવા માટે તૈયારી કરી રહ્યા હતા. અકસ્માત અંગેની અજિતની ટીમ દ્વારા જ પુષ્ટિ કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે તેઓ માંડ માંડ બચી ગયા. પ્રેક્ટિસ રન દરમિયાન તેમનીકાર બપોરે 12.45 કલાકે બેરિયર સાથે અથડાઇ હતી.ત્યાં હાજર ટીમે તેમની મદદ કરી અને અજિત બીજી કારમાં શિફ્ટ થઇ ગયા હતા. કારણ કે તે કાર આખી તૂટી ગઇ હતી. તેમણે આગળ પણ પ્રેક્ટિસ ચાલુ રાખી. સદનસીબે તેને ઈજા થઈ ન હતી.
એક દાયકા બાદ રેસિંગની દુનિયામાં આવ્યા છે પરત
અજિતે તેની રેસિંગ ટીમ સપ્ટેમ્બર 2024માં લોન્ચ કરી હતી. આ પહેલા તે ફોર્મ્યુલા BMW એશિયા, બ્રિટિશ ફોર્મ્યુલા 3 અને FIA F2 ચેમ્પિયનશિપમાં પણ ભાગ લઈ ચૂક્યો છે. તેની ટીમ યુરોપમાં સ્પર્ધા કરવા જઈ રહી છે. રેસિંગની સાથે અજીત બાઇકનો શોખીન પણ છે. તેણે 90ના દાયકામાં નેશનલ મોટરસાઇકલ રેસિંગ ચેમ્પિયનશિપથી તેની રેસિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. અજીત કુમાર એક દાયકાના વિરામ બાદ રેસિંગની દુનિયામાં પરત ફર્યા છે.