પ્રવાસી પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી અને અંતિમ મેચમાં યજમાન ટીમે મજબૂત પ્રારંભ કર્યો છે. ઓપન રાયન રિકલ્ટન અને ટીમ સુકાની ટેમ્બા બાવુમાની શાનદાર ઇનિંગના જોરે યજમાન ટીમે પોતાની પહેલી ઇનિંગમાં 66 ઓવરમાં 3 વિકેટના ભોગે 268 રન બનાવી લીધા હતા.
રિકલ્ટન 152 રને અણનમ હતો જ્યારે બાવુમાં સમાચાર લખાયા ત્યાં સુધીમાં સદીની નજીક પહોંચી ગયો હતો તે 89 રને અણનમ હતો. આ પહેલા દક્ષિણ આફરીકાના સુકાની ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર માર્કરમ ટીમના 61 રનના સ્કોર પર વ્યક્તિગત 17 રનના જુમલે આઉટ થયો હતો જ્યારે તે બાદ 70 રને મુલ્ડરના રુપમાં બીજી વિકેટ પડી હતી. ટીમના સ્કોરમાં હજુ બે રન જ ઉમેરાયા હતા ત્યાં ટ્રિસ્ટન સ્ટબ્સ પણ આઉટ થયો હતો. જે બાદ સુકાની બાવુમા અને રિકલ્ટને યજમાન ટીમની બેટિંગને સંભાળી હતી અને સ્કોરને 268 રને પહોંચાડયો હતો. રિકલ્ટને શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા 19 બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી.
Source link