ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલની મેચમાં આર્સનલ ક્લબે બ્રેન્ટફોર્ડને 3-1થી હરાવીને પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે રહેલી લિવરપૂલ અને તેની વચ્ચેનો ગાળો ઓછો કરી દીધો હતો.
આર્સનલ હવે લિવરપૂલ કરતાં છ પોઇન્ટ પાછળ છે. મેચની 13મી મિનિટે બ્રાયન બેયુમોએ બ્રેન્ટફોર્ડ માટે ગોલ કર્યા બાદ ગેબ્રિયલ જિસસે 29મી મિનિટે ગોલ કરીને આર્સનલ માટે સ્કોર 1-1થી સરભર કર્યો હતો. હાફટાઇમ બાદ મિકેલ મારિનો અને ગેબ્રિયલ માર્ટેનેલીએ ગોલ કરીને આર્સનલનો વિજય નિશ્ચિત કરી દીધો હતો. આર્સનલ લીગમાં બીજા ક્રમે છે અને લિવરપૂલ પાસે હજુ એક મેચ બાકી છે. ગેબ્રિયલ જિસસે લીગની ચાર મેચમાં છઠ્ઠો ગોલ નોંધાવ્યો હતો અને સિઝનની પ્રથમ 20 મેચમાં ટીમની સફળતામાં તેનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. 17 વર્ષીય ઇથાન નવાનેરીએ આર્સનલ માટે લીગમાં ડેબ્યૂ કર્યું છે. લીગની અન્ય મેચમાં એસ્ટોન વિલા અને બ્રાઇટનનો મુકાબલો 2-2થી ડ્રો રહ્યો હતો. માન્ચેસ્ટર યુનાઇટેડનું કંગાળ ફોર્મ જારી રહ્યું હતું અને ન્યૂ કાસલ યૂનાઇટેડ સામે તેનો 2-0 થી પરાજય થયો હતો. આ મેચમાં એલેકઝાન્ડર ઇસાકે ચોતી અને જોએલિન્ટોને 19મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. માન્ચેસ્ટર યુનાઇટેડ પોઇન્ટ ટેબલમાં 14મા ક્રમે સરકી ગયું છે.
Source link