સાઉથ આફ્રિકાએ બીજી ટી20 મેચમાં પાકિસ્તાનને ત્રણ બોલ બાકી રાખીને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ત્રણ મેચની શ્રેણીમાં આફ્રિકન ટીમ 2-0થી આગળ થઈ છે. પાકિસ્તાને પાંચ વિકેટે 206 રન બનાવ્યા હતા જેમાં બે રન માટે સદી ચૂકેલા સાઇમ આયુબે 57 બોલમાં 98 રન બનાવ્યા હતા.
સાઉથ આફ્રિકાએ ત્રણ વિકેટે 210 રન બનાવીને મેચ જીતી લીધી હતી. પ્લેયર ઓફ ધ મેચ બનેલા હેન્ડ્રિક્સે 63 બોલમાં 117 રનની ઇનિંગ રમી હતી. આ સાથે તેણે પોતાના જ દેશના ક્વિન્ટન ડી કોકના રેકોર્ડને બ્રેક કર્યો હતો. હેન્ડ્રિક્સ હવે આફ્રિકા તરફથી ટી20માં 18 વખત 50 પ્લસનો સ્કોર નોધાવ્યો છે. ડી કોકે 17 વખત આ સિદ્ધિ મેળવી હતી. જેપી ડયૂમિની અને ડુ પ્લેસિસ ટી20માં 11-11 વખત 50 પ્લસનો સ્કોર નોંધાવી ચૂક્યા છે. આ ઉપરાંત હેન્ડ્રિક્સે ટી20માં આફ્રિકા તરફથી ત્રીજા ક્રમનો હાઇએસ્ટ સ્કોર પણ નોંધાવ્યો છે. ડુ પ્લેસિસે 2015માં વેસ્ટ ઇન્ડિઝ સામે 119 તથા રિચાર્ડ લેવીએ 2012માં ન્યૂઝીલેન્ડ સામે અણનમ 117 રન બનાવ્યા હતા. રાસી વાન ડેર ડુસૈને 38 બોલમાં ત્રણ બાઉન્ડ્રી તથા પાંચ સિક્સર વડે અણનમ 66 રન બનાવવા ઉપરાંત હેન્ડ્રિક્સ સાથે ત્રીજી વિકેટ માટે 83 બોલમાં 157 રનની ભાગીદારી નોંધાવી હતી.
Source link