બીસીસીઆઇની વિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી સિઝનનો આગામી વર્ષની 23મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. આગામી ટૂર્નામેન્ટ માટે ખેલાડીઓની મિની હરાજી આગામી મહિને 15મી ડિસેમ્બરે બેંગલુરુ ખાતે થશે.
બોર્ડે તમામ પાંચેય ફ્રેન્ચાઇઝીને વેન્યૂ અને તારીખ અંગે માહિતી આપી દીધી છે. 23મી ફેબ્રુઆરીથી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે લીગનો પ્રારંભ થશે અને તમામ મુકાબલા બે શહેર બેંગલુરુ અને દિલ્હી ખાતે રમાશે. હરાજીમાં 19 સ્થાન માટે બોલી લાગશે જેમાં ટીમો 16.7 કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકશે.
પ્રત્યેક ફ્રેન્ચાઇઝી ટીમ પાસે 18 ખેલાડીઓ રહશે અને 15 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે. પ્રત્યેક ટીમમાં વધારેમાં વધારે છ વિદેશી ખેલાડીઓ રાખી શકાશે. પ્લેયર્સ રિટેન્શન બાદ ગુજરાત જાયન્ટ્સ પાસે 4.4 કરોડ રૂપિયામાં સૌથી મોટું પર્સ છે અને તેણે ચાર સ્લોટ ભરવાના છે. લીગની પ્રારંભિક 11 મેચ બેંગલુરુમાં રમાશે.સિઝનની ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ તથા દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ 15મી અને 17મી માર્ચે અનુક્રમે એલિમિનેટર તથા ફાઇનલ સહિત છેલ્લા 11 મુકાબલાની યજમાની કરશે.
Source link